વધતું જતું પ્રદૂષણ, ખાણી-પીણીની ખોટી આદતો અને બેઠાડું જીવનશૈલીના કારણે હાર્ટ સબંધિત સમસ્યાઓનો ખતરો વધી જાય છે. આવી સ્થિતિમાં જો તમારા પગમાં આ પાંચ ફેરફાર દેખાય, તો તે હાર્ટ સબંધિત ગંભીર સમસ્યાનો સંકેત હોઈ શકે છે.
જ્યારે હ્રદય વ્યવસ્થિત કામ નથી કરતું, ત્યારે પગમાં સોજા આવવા લાગે છે. આ લક્ષણને સાધારણ સમજીને ઈગ્નોર કરવાની જગ્યાએ તાત્કાલિક તબીબી સલાહ લેવી જોઈએ.
સામાન્ય રીતે હાર્ટ સબંધિત સમસ્યા થવા પર પગમાં હંમેશા કળતર થતી હોય છે. આ સાથે જ ઘણાં લોકોને પગમાં ખાલી ચડવી કે પગ ભારે થઈ ગયો હોય, તેવો અહેસાસ પણ થતો હોય છે.
જો તમારા પગની સ્કિન જાંબલી કે લીલી પડતી જણાય, તો તે ખરાબ બ્લડ સર્ક્યુલેશન અને હાર્ટ સબંધિત સમસ્યાનો સંકેત હોઈ શકે છે.
બ્લડ સર્ક્યુલેશન ખરાબ થવાના કારણે તમારા પગ ઠંડા પડી શકે છે. જેનું મુખ્ય કારણ હ્રદયમાં સમસ્યા હોવાના કારણે સમગ્ર શરીરમાં લોહી વ્યવસ્થિત રીતે નથી પહોંચી રહ્યું.
જો તમારા પગમાં પડેલા ઘા પર જલ્દી રૂઝ ના આવે, તો સમજવું તે હાર્ટ સબંધિત સમસ્યાનો સંકેત હોઈ શકે છે.
જો તમને પગમાં ઉપરોક્ત પાંચ લક્ષણો દેખાય, તો તેને નજરઅંદાજ કરવાની ભૂલ કર્યાં વિના તાત્કાલિક તબીબીની સલાહ લેવી જોઈએ.