Walnuts Benefits: દરરોજ એક મુઠ્ઠી અખરોટ ખાવાના અદ્દભૂત ફાયદા


By Sanket M Parekh07, Feb 2025 03:53 PMgujaratijagran.com

પોષક તત્વો

અખરોટમાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયરન, ફાસ્ફોરસ, કોપર, સેલેનિયમ, ઓમેગા 3 ફેટી એસિડ જેવા અઢળક પોષક તત્વો મળી આવે છે. જે સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ નીવડે છે.

મજબૂત હાડકા

અખરોટ કેલ્શિયમથી ભરપુર હોય છે. આથી દરરોજ એક મુઠ્ઠી અખરોટ ખાવી જોઈએ. જેથી હાડકાં લાંબા સમય સુધી મજબૂત રહે.

ડાયાબિટીશ કંટ્રોલ

જો તમે ડાયાબિટીશના દર્દી હોવ, તો એક મુઠ્ઠી અખરોટ ખાવી જ જોઈએ. જેમાં રહેલા પોષક તત્વો બ્લડ સુગરને કંટ્રોલમાં કરવાનું કામ કરે છે.

પેટ માટે ફાયદેમંદ

દરરોજ એક મુઠ્ઠી અખરોટ ખાવાથી પેટ સબંધિત સમસ્યામાંથી મુક્તિ મળે છે. અખરોટના સેવનથી પાચન ક્રિયા પણ મજબૂત બને છે.

કેન્સરનો ખતરો ટળે

દરરોજ એક મુઠ્ઠી અખરોટ ખાવાથી કેન્સરનો ખતરો ટળે છે. અખરોટનું સેવન કેન્સર જેવી ગંભીર બીમારીઓથી બચવા માટે કરી શકાય છે.

વજન ઉતારવામાં લાભદાયી

જો કોઈ વ્યક્તિ વધી રહેલા વજનની સમસ્યાથી પરેશાન હોય, તો તેમને દરરોજ એક મુઠ્ઠી અખરોટ ખાવી જ જોઈએ. જેનાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે.

Bad Cholesterol: દવા વિના નસોમાંથી નીકળી જશે બેડ કૉલેસ્ટ્રોલ, બસ પીવું પડશે આ જ્યૂસ