ભારતમાં પર્સનલ કોમ્પ્યુટર (લેપટોપ અને ટેબલેટ)ની આયાત સપ્ટેમ્બર મહિનામાં 42 ટકા વધી 71.6 કરોડ ડોલર થઈ ગઈ છે,જે એક વર્ષ અગાઉ સમાન અવધિમાં ઘટાડો નોંધાવેલ.
સરકારે ઓગસ્ટ મહિનામાં આ પ્રકારના ઈલેક્ટ્રોનિક હાર્ડવેરની આયાત પર પ્રતિબંધની જાહેરાત બાદ આયાતમાં આ અસાધારણ તેજી જોવા મળી છે.
વાણિજ્ય વિભાગની માહિતી પ્રમાણે આ પ્રકારની આયાતમાં સૌથી મોટો સ્રોત ચીનથી આયાતમાં 33 ટકા, સિંગાપોરમાંથી આયાતમાં 188 ટકા વધી છે.
સરકારે IT હાર્ડવેર સેગમેન્ટમાં પર્સનલ કોમ્પ્યુટર, માઈક્રો કોમ્પ્યુટર, મેઈન ફ્રેમ કોમ્પ્યુટર, સુપર કોમ્પ્યુટર, કોમ્પ્યુટર સિસ્ટમ તથા ડેટા પ્રોસેસિંગ યુનિટને પ્રતિબંધ શ્રેણીમાં મુકવાની યોજના બનાવી હતી.
જોકે બાદમાં આ યોજનાને 30 ઓક્ટોબર સુધી મોકૂફ રાખી હતી. કારણ કે ઉદ્યોગોએ આ પ્રકારના પ્રતિબંધ અંગે ચિંતા વ્યકત કરી હતી.