40 વર્ષના વિક્રમ ઠાકોર કેટલા કરોડોના માલિક છે ? જાણો


By Kajal Chauhan17, Mar 2025 05:17 PMgujaratijagran.com

વિક્રમ ઠાકોર

ઉત્તર ગુજરાતના જાણીતા કલાકાર વિક્રમ ઠાકોર આ સમયે ચર્ચામાં છે. જેનું કારણ છે કે ગુજરાત વિધાનસભામાં તેમને બોલાવામાં આવ્યા ન હતા. ચાલો જાણીએ કે વિક્રમ ઠાકોરની સંપત્તિ કેટલી છે ?

વિક્રમ ઠાકોરનું જીવન

વિક્રમ ઠાકોર એક સિંગરની સાથે અભિનેતા પણ છે. તેમને પોતાનું પ્રોડક્શન હાઉસ છે. 40 વર્ષના વિક્રમ ઠાકોર આજે પણ ગુજરાતી ફિલ્મોમાં કામ કરે છે અને નવરાત્રિ દરમિયાન ગુજરાતી ગરબાઓમાં ભાગ લે છે.

કેટલી ફિલ્મોમાં કામ કર્યું

વિક્રમ ઠાકોરે અત્યાર સુધી 40 થી વધુ જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની પહેલી ફિલ્મ બેવફા પરદેશી હતી.

કઈ ફિલ્મમાં સફળતા મળી

વિક્રમ ઠાકોરને એકવાર પિયુને મળવા આવજે ફિલ્મથી ધમાકેદાર સફળતા મળી હતી. જેમાં તેમની સાથે હિરોઈન મમતા સોની હતી.

વિક્રમ ઠાકોરની પત્ની શું કરે છે

વિક્રમ ઠાકોરની પત્નીનું નામ તારાબેન ઠાકોર છે. તેઓ ગૃહિણી છે. વિક્રમ ઠાકોર હાલ ગાંધીનગર રહે છે.

વિક્રમ ઠાકોરની સંપત્તિ

peopleai.com ના ડેટા અનુસાર વિક્રમ ઠાકોરની 2025 ની સંપત્તિ 71 કરોડની આસપાસ છે. જ્યારે વર્ષ 2021 માં તેમની સંપત્તિ 42 કરોડની આસપાસ હતી.

TMKOC: 'બબીતા ​​જી' અંગ્રેજીમાં છે માસ્ટર, જાણો કેટલી શિક્ષિત છે જેઠાલાલની ક્રશ