પેટની ચરબી ઉતારવા માટે આ કસરતો કરો


By Vanraj Dabhi12, Sep 2024 05:13 PMgujaratijagran.com

ચરબી ઘટાડવાની કસરત

કસરત કરીને પણ તમે પેટની ચરબી ઘટાડી શકાય છે, આજે અમે તમને પેટની ચરબી ઉતારવા માટે કેટલીક કસરતો જાણાવીશું.

સીટેડ સાઇડ બેન્ડ્સ સ્ટેપ-1

સૌપ્રથમ જમીન પર ચટાઈ પાથરી અને બંને પગ ખુલ્લા રાખીને બેસો. અને બંને હાથ ઉપર ઊંચા કરીને એકબીજા સાથે જોડો.

સીટેડ સાઇડ બેન્ડ્સ સ્ટેપ-2

હવે કમરને નમાવતી વખતે શરીરના ઉપરના ભાગને જમણી બાજુએ વાળવાનો પ્રયાસ કરો.થોડા સમય પછી ડાબી બાજુએ સમાન પ્રક્રિયા કરો.

બટરફ્લાય પોઝ સ્ટેપ-1

સૌપ્રથમ ચટાઈ પાથરી અને જમીન પર સુખાસનની મુદ્રામાં બેસો, પછી બંને પગના તળિયાને એકસાથે જોડો અને તેમને જાંઘો તરફ ખેંચવાનો પ્રયાસ કરો.

બટરફ્લાય પોઝ સ્ટેપ-2

હવે હાથ વડે પગના અંગૂઠાને પકડી રાખો અને કમરને એકદમ સીધી રાખો. આ પછી, તમારા બંને ઘૂંટણને ઉપર અને નીચે ખસેડો. આ ઓછામાં ઓછા 15-20 વખત કરો.

વજ્રાસન

આ માટે જમીન પર પગ વાળીને બેસતી વખતે તમારા હિપ્સ એડી પર હોવા જોઈએ. હવે તમારા હાથને તમારા ઘૂંટણ પર રાખો અને તમારી કમરને સીધી રાખીને ઊંડો શ્વાસ લો.

ખુરશી પર સાઇડ બેન્ડ્સ સ્ટેપ-1

સૌપ્રથમ ખુરશીની પાછળ સીધા બેસીને પછી બંને પગને એકસાથે જોડો અને જમણા હાથને માથાની ઉપર લઈ જાઓ.

સાઇડ બેન્ડ્સ સ્ટેપ-2

હવે કમરને વાળો અને શરીરને ડાબી તરફ વાળો. થોડીવાર આ પોઝિશન રાહો અને પછી સામાન્ય સ્થિતિમાં આવીને આ જ પ્રક્રિયાને ડાબા હાથે અને જમણી બાજુએ કમર તરફ વાળો.

વાંચતા રહો

માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

શાકાહારી લોકો માટે પ્રોટીનથી ભરપૂર છે ખોરાક