ભારતમાં યુનિક મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોની સંખ્યા સપ્ટેમ્બરમાં 4 કરોડ એટલે કે 40 મિલિયનના માર્કને પાર કરી ગયા છે. છેલ્લા 21 મહિનામાં મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રીઝમાં આશરે 1 કરોડ નવા રોકાણકારોની એન્ટ્રી થઈ છે.
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકારોની સંખ્યા આ વર્ષે કુલ આવક ટેક્સ ફાઈલિંગની લગભગ 57 ટકા છે અને દેશમાં કુલ જેટલા પેન કાર્ડ હોલ્ડર્સ છે, તેમાંથી 6.5 ટકા લોકો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી રહ્યા છે.
ગ્રોસ SIP ઈનફ્લોમાં સતત વધારો થવા વચ્ચે ઈન્ડસ્ટ્રીઝએ આ પ્રથમ વખત SIP મારફતે 16 હજાર કરોડથી વધારે રોકાણ એકત્રિત કર્યું છે.
એક્ટિવ ઈક્વિટી યોજનામાં ચોખ્ખુ રોકાણ કે જે રિટેલ રોકાણકારો પાસેથી મોટા પ્રમાણમાં રોકાણ પ્રાપ્ત કરે છે તે દર મહિને 30 ટકા ઘટી રૂપિયા 14,090 કરોડ થઈ ગયુ છે.