કોલસામાં થઈ રહેલા ઘટાડાને લીધે વર્ષ 2035 સુધીમાં 4 લાખ લોકોની છટણી થશે


By Nileshkumar Zinzuwadiya11, Oct 2023 03:13 PMgujaratijagran.com

ઊર્જા વ્યવસ્થા

ઊર્જા વ્યવસ્થામાં જે આમૂલ પરિવર્તન આવી રહ્યું છે તેને લીધે કોલસા ક્ષેત્રમાં રોજગારીની તકો ઘટશે અને એક અંદાજ પ્રમાણમાં વર્ષ 2035 સુધીમાં દરરોજ 100 લોકોની રોજગારી છીનવાશે.

આશરે 15 ટકાનોકરી

એક અંદાજ પ્રમાણે કોલસાની ખાણોમાં વૈશ્વિક સ્તરે આશરે 15 ટકા એટલે કે આશરે 4 લાખ લોકો નોકરી ગુમાવશે. આ આંકડો વર્ષ 2050 સુધીમાં વધીને 10 લાખ સુધી પહોંચી શકે છે.

સસ્તી ઊર્જા

વિશ્વમાં ઊર્જાના અન્ય વિકલ્પો જેવા કે સસ્તી પવન ઊર્જા તથા સૌર ઊર્જાના નિર્માણ તરફ આગળ વધવામાં આવી રહ્યું છે. નોકરી ગુમાવવાની સ્થિતિ કંઈક હસ્તક સામાજીક પડકારોનું સર્જન કરી શકે છે.

અશ્મિભૂત ઈંધણ

મહદ અંશે કંપનીઓ અને સરકારો હવે અશ્મિભૂત ઈંધણથી દૂર થઈ રહ્યા છે અને તેઓ આ રીતે ક્લાઈમેટ ચેન્જની સ્થિતિને ઉકેલવા ઈચ્છે છે.

નવરાત્રીમાં ઉપવાસ કેમ રાખવામાં આવે છે? ચાલો જાણીએ