વજન ઘટાડવા માટે લોકો ડાયેટિંગ સાથે ઘણી પ્રકારની એકસરસાઈઝ કરતા હોય છે. પરંતુ જો અમે તમને કહીએ કે તમે માત્ર 3 મિનિટની કસરતથી તમે તમારું વજન ઘટાડી શકો છો તો? હા, જો તમે આ કસરત નિયમીત રીતે કરશો તો ઝડપથી વજન ઘટાડી શકો છો
યુકે બાયોબેંક દ્વારા કરવામાં આવેલા સંશોધન મુજબ, જો કોઈ વ્યક્તિ સાંજે 6 વાગ્યાથી મધ્યરાત્રિ વચ્ચે કસરત કરે તો સારુ પરિણામ મેળવી શકે છે. આવો જાણીએ આ 3 મિનિટની કસરત વિશે
આ હાઈ ઈન્ટેન્સિટી ઈન્ટરવલ ટ્રેનિંગમાં 3 થી 4 પ્રકારની એક્સરસાઇઝનો સમાવેશ થાય છે.
આ કસરત માટે તમે ટ્રેનરની મદદ પણ લઈ શકો છો. 30 સેકન્ડ માટે સ્ટાર જમ્પ કરવાથી તમારુ શરીર વોર્મ રહે છે અને તે વજન ઘટાડવામાં તમારી મદદ કરી શકે છે.
તમારે 30 સેકન્ડ માટે બોડીવેટ સ્ક્વોટ્સ પણ કરવા જોઈએ. તેનાથી શરીરના નીચેના ભાગમા ફ્લેક્સીબીલીટી આવે છે અને કેલેરી પણ બર્ન થાય છે.
તમારે 30 સેકન્ડ માટે બોડીવેટ સ્ક્વોટ્સ પણ કરવા જોઈએ. તેનાથી શરીરના નીચેના ભાગમા ફ્લેક્સીબીલીટી આવે છે અને કેલેરી પણ બર્ન થાય છે.
આ કસરતથી પેટની આસપાસના સ્નાયુઓને મજબૂત કરી શકાય છે, આને 30 સેકન્ડ સુધી 3 સેટમાં કરો
કાર્ડીયો વજન ઘટાડવા માટે સૌથી બેસ્ટ ટ્રેનીંગ છે આમાં બર્પીસ, હાઈ ની, સ્કિપિંગ જેવી કસરતો કરવામાં આવે છે. આ હૃદયના સ્વાસ્થ્ય માટે પણ સારી કસરત છે, આને નિયમીતપણ કરવાથી સરળતાથી વજન ઘટાડી શકાય છે