સ્પાઈસજેટના સ્ટોકમાં રહેલા 25 વિમાનો ફરી ઉડાન ભરશે
By Nileshkumar Zinzuwadiya
2023-05-03, 22:27 IST
gujaratijagran.com
સ્પાઈસ જેટનું મહત્વનું પગલું
ગો ફર્સ્ટ તરફથી ઉડાન રદ્દ થવા અને નાદારીની પ્રક્રિયા શરૂ થયાના એક દિવસ બાદ સ્પાઈસ જેટે તેના 25 વિમાનો ઉડાન ભરશે તેવી જાહેરાત કરી છે.
31 વિમાન સ્ટોરેજમાં છે
સ્પાઈસજેટના કાફલામાં 72 વિમાન છે અને આ પૈકી 31 વિમાન સ્ટોરેજમાં છે. 3 મે સુધીની માહિતી પ્રમાણે 41 વિમાન સેવામાં છે.
200 ઉડાનોનું સંચાલન કરે છે
દૈનિક 200 ઉડ્ડાનોનું સંચાલન કરનારી ગો ફર્સ્ટના ઘટનાક્રમ બાદ ભારતીય ઉડ્ડયન બજારમાં અલગ પ્રકારની સ્થિતિ જોવા મળી છે.
ગેરન્ટી સ્કીમ
સ્પાઈસજેટે કહ્યું છે કે વિમાનોને સેવામાં લાવવા માટે તે સરકારની ઈમર્જન્સી ક્રેડિટ લાઈન ગેરન્ટી સ્કીમનો ઉપયોગ કરશે.
રૂપિયા 400 કરોડ એકત્રિત કરેલા
વિમાની કંપની આ વિમાનોને ઉડ્ડયન સેવામાં લાવવા માટે અગાઉ રૂપિયા 400 કરોડનું ભંડોળ એકત્રિત કરી ચુકી છે.
નાકના વાળ કાઢવાના સરળ ઉપાય
Explore More