જ્યાતિષમા ચંદ્ર અને સૂર્ય ગ્રહણ બન્નેનુ વિશેષ ધાર્મિક મહત્વ રહેલુ છે. ગ્રહણની અસર બધી જ રાશિઓના લોકો પર અલગ અલગ જોવા મળે છે.
2024 આવવામા હવે થોડા જ દિવસો બાકી છે ત્યારે ચલો જાણી લઈએ કે વર્ષ 2024 મા ચંદ્ર અને સૂર્યગ્રહણ ક્યારે જોવા મળશે.
શાસ્ત્રો પ્રમાણે ગ્રહણનો સમય શુભ માનવામા આવતો નથી. જેથી કોઈપણ ગ્રહણ દરમિયાન શુભ કાર્ય કરવા માટે ના કહેવામા આવે છે.
સૂતક કાળ દરમિયાન પૂજા પાઠ તથા ધાર્મિક કાર્ય કરવાની પણ ના કહેવામા આવે છે. આ દરમિયાન મંદિરના દરવાજા પણ બંધ કરવામા આવે છે.
વર્ષ 2024 મા પહેલુ ચંદ્ર ગ્રહણ 25 માર્ચ 2024 ના રોજ જોવા મળશે. ચંદ્ર ગ્રહણ હંમેશા પૂર્ણિમાની તિથી પર જ જોવા મળે છે.
નવા વર્ષમા બીજુ ગ્રહણ સૂર્યગ્રહણ થશે. સૂર્યગ્રહણ ચંદ્ર ગ્રહણના 14 દિવસ પછી જ જોવા મળશે. સૂર્યગ્રહણ 8 એપ્રિલ 2024 ના રોજ જોવા મળશે.
નવા વર્ષમા ત્રીજુ ગ્રહણ ચંદ્ર ગ્રહણ હશે. આ વર્ષનુ બીજુ અને છેલ્લુ ચંદ્ર ગ્રહણ હશે. જે 18 સપ્ટેમ્બરના રોજ જોવા મળશે.
વર્ષનુ ચોથુ અને છેલ્લુ ગ્રહણ 2 ઓક્ટોબર 2024 ના રોજ જોવા મળશે. આ સૂર્યગ્રહણ હશે જે ચંદ્ર ગ્રહણના 14 દિવસ પછી જ જોવા મળશે.