ફિલ્મોની સારી વાર્તા એ દર્શકોને શોધી જ લેતી હોય છે. ચલો જાણીએ કે છેલ્લા અઠવાડિયાના શનિવાર અને રવિવારે '12th FAIL' અને 'તેજસ'નું બોક્સ ઓફિસ પર કેવું પ્રદર્શન કેવુ રહ્યું .
12th ફેઈલ ફિલ્મ એ 12th ફેઈલ નામની એક બુક પર આધારિત છે. જેમાં આઈપીએસ મનોજ તિવારીની આઈપીએસ બનવા સુધીની સફરને ખૂબ જ સુંદર રીતે બતાવવામાં આવી છે.
12th ફેઈલ ફિલ્મને તેના કલાકારોના અદ્ભૂત અભિનયના કારણે દર્શકો તરફથી ખૂબ જ પ્રશંસા મળી રહી છે. આ ફિલ્મમાં વિક્રાંત મેસ્સી અને મેઘા શંકર મુખ્ય ભુમિકામાં છે.
વિધુ વિનોદ ચોપડા દ્રારા દિગ્દર્શિત ફિલ્મ 12th ફેઈલમાં વિક્રાંત મેસ્સીએ શાનદાર અભિનય કરી દર્શકોનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે. આ ફિલ્મમાં વિક્રાંત મેસ્સી પોતાના અદ્ભૂત અભિનયથી દર્શકો પર એક અલગ છાપ છોડવામાં સફળ રહ્યો છે.
કંગના સ્ટારર તેજસ ફિલ્મ પણ 12th ફેઈલ ની સાથે જ મોટા પરદે રીલિઝ થઈ હતી પરંતુ આ ફિલ્મને દર્શકો તરફથી કોઈ ખાસ પ્રતિક્રિયા મળતા તેની અસર બોક્સ ઓફિસ પર પણ જોવા મળી.
તેજસે ત્રણ દિવસમાં વૈશ્વિક સ્તરે માત્ર 3.23 કરોડની કમાણી કરી છે. ગઈકાલે રવિવારનો દિવસ હોવા છત્તા આ ફિલ્મે 1.11 કરોડની કમાણી કરી હતી.
કંગના સ્ટારર તેજસ ફિલ્મ પણ 12th ફેઈલની સાથે એક જ દિવસે રીલિઝ થઈ હતી પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર 5 કરોડનાં આંકડાને વટાવી શકી નથી. જ્યારે બીજી તરફ 12th ફેઈલ ફિલ્મે 6.5 કરોડથી પણ વધારે કમાણી કરી લીધી છે. આમ,તેજસની તુલનામાં 12th ફેઈલ ફિલ્મને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.