ભારતમાં ભગવાન શિવના જ્યોતિર્લિંગ સૌથી વધુ મહત્વ છે, દેશભરમાંથી ભક્તો પૂરી શ્રધ્ધા સાથે જ્યોતિર્લિંગની મુલાકાત લેવા માટે આવે છે. ધાર્મીક માન્યતા પ્રમાણે આ જ્યોતિર્લિંગોમાં ભગવાન શિવ સ્વયં પ્રકાશના રૂપમાં બિરાજમાન છે. આવો જાણીએ 12 જ્યોતિર્લિંગ ભારતના કયા સ્થળો પર આવેલા છે
ગુજરાતમાં સોમનાથ જીલ્લામાં આવેલું આ જ્યોતિર્લિંગ પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. અહીં એક પવિત્ર તળાવ પણ આવેલું છે જેને સોમકુંડ તરીકે ઓળખવામાં આવે છે
ભગવાન શિવ જ્યાં પ્રકાશ સ્વરુપે બિરાજમાન છે તેવું મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ આંધ્ર પ્રદેશમાં આવેલું છે.
મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મધ્ધ્ય પ્રદેશના ઉજ્જૈન નગરી શીપ્રા નદીના કિનારે આવેલું છે, આ જ્યોતિર્લિંગને દક્ષિણ દિશા તરફ બાંધવામાં આવ્યું છે અને અહીં કરવામાં આવતી અગ્નિદાહની વિધિ દુનિયાભરમાં પ્રસિધ્ધ છે
શિવનું આ પવિત્ર સ્થાન મધ્ય પ્રદેશના ખંડવા જીલ્લામાં આવેલું છે. આ જ્યોતિર્લિંગની આસપાસ નર્મદા નદી વહે છે જે અહીં ઓમનો આકાર બનાવે છે.
કેદાર નામના શિખર પર આવેલું કેદારનાથ જ્યોતિર્લિંગ ભગવાન શિવને સમર્પિત છે. ઉત્તરાખંડ રાજ્યમાં સ્થિત આ જ્યોતિર્લિંગ 3584 મીટરની ઉંચાઈ પર આવેલું છે
ભીમાશંકર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના પુણેથી 110 કિમી દૂર પુણેસહ્યાદ્રી પર્વત પર આવેલું છે. આ મંદિર ભીમાશંકર ફોરેસ્ટ રેન્જમાં આવેલા ખેડ તાલુકામાં આવેલું છે.
12 જ્યોતિર્લિંગમાંથી એક બાબા વિશ્વનાથ ઉત્તર પ્રદેશના વારાણસી શહેરમાં આવેલું છે.
ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં બ્રહ્મગિરિ નામના પર્વત પર સ્થિત છે. આ પર્વત પરથી ગોદાવરી નદી શરૂ થાય છે.
ઝારખંડના સંથાલમાં વૈદ્યનાથ જ્યોતિર્લિંગ ભગવાન શિવને સમર્પિત છે. ધાર્મિક શાસ્ત્રોમાં આ આ પવિત્ર ધામને ચિતાભૂમિ કહેવામાં આવ્યું છે.
નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાતના દ્વારકામાં આવેલું છે. શિવ પુરાણમાં આ જ્યોતિર્લિંગને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે
તમિલનાડુમાં રામનાથમમાં આવેલું રામેશ્વરમ જ્યોતિર્લિંગ ભગવાન શિવને સમર્પિત કરવામાં આવ્યું છે. માન્યતા પ્રમાણે આ જ્યોતિર્લિંગ સ્થાપના ભગવાન શ્રી રામે કરી હતી જેથી તેનું નામ રામેશ્વરમ રાખવામાં આવ્યું હતું
મહારાષ્ટ્રના દૌલતાબાદ ઘુષ્મેશ્વર જ્યોતિર્લિંગ જેને શિવાલય’ પણ કહેવામાં આવે છે. 12 જ્યોતિર્લિંગોમાંથી આ જ્યોતિર્લિંગ સૌથી છેલ્લું છે