મહિલાઓની આ આદતોથી પરેશાન રહે છે પુરુષ, અનેક વખત સબંધમાં પડે છે તિરાડ


By Sanket M Parekh2023-05-09, 16:29 ISTgujaratijagran.com

હદથી વધારે વિચારવું

મહિલાઓ અનેક બાબતે મનમાંને મનમાં ખૂબ જ વિચાર કરે છે, જેના કારણે પતિ સાથે દલીલો કરવા લાગે છે. જેના કારણે તમારો પાર્ટનર તમારાથી પરેશાન થઈ શકે છે.

જૉક્સ પર ખોટું લાગવું

મહિલાઓ મોટાભાગે મજાકમાં પોતાનું અપમાન નથી સહન કરી શકતી અને તેને સીરિયસલી લઈ લે છે અને નારાજ થઈ જાય છે. આ વાત પુરુષોને પરેશાન કરે છે.

પતિની ફિમેલ ફ્રેન્ડ

મહિલા ત્યારે અસુરક્ષિત અનુભવે છે, જ્યારે તેનો પતિ તેની સામે જ પોતાની ફિમેલ ફ્રેન્ડ સાથે વાત કરે. આ બાબતે કપલ્સમાં ઝઘડા થાય છે, જે પુરુષોને પસંદ નથી પડતી.

નાની-નાની વાતો પર સવાલ

મહિલાઓને નાની-નાની વાતો પર સવાલ કરવાની આદત હોય છે, જેનાથી પુરુષો ગુસ્સે થઈ જાય છે.

વાત-વાતમાં ઝઘડો

પુરુષોને વાત-વાતમાં ઝઘડો કરનારી મહિલાઓથી પણ ઘણી તકલીફ થાય છે. આ પ્રકારની મહિલાઓથી પુરુષો દૂર ભાગે છે.

નારાજગી

અનેક મહિલાઓને વાત-વાતમાં નારાજ થઈ જવાની આદત હોય છે. આ આદત તમારી લવ લાઈફને ખરાબ કરી શકે છે. પુરુષ મહિલાઓની આ આદત પસંદ નથી કરતાં.

પ્રતિબંધ લગાવવો

અનેક પરિવારમાં મહિલાઓ પોતાના પતિ પર અનેક પ્રકારના પ્રતિબંધ લગાવે છે. જેમ ઘરે સમયસર આવવું, મોડી રાત સુધી પાર્ટી ના કરવું. મહિલાઓની આ આદત પુરુષોને પસંદ નથી પડતી.

વજન ઘટાડવું છે તો આ આદતોને આજે જ છોડી દો, એની મેળે ઓછો થશે મોટાપો