વિકએન્ડમાં આ પ્રવુતિઓ કરીને તમે દિવસને પ્રોડક્ટીવ અને ખાસ બનાવી શકો છો


By Smith Taral24, Aug 2024 06:19 PMgujaratijagran.com

જાતને સમય આપો

તમારા મન, શરીરને આરામ આપવા તમારી જાત સાથે સમય પસાર કરો, અને તમારા મનગમતા કાર્યોમાં સમય પસાર કરો.

તમારી જાત સાથે વાત કરો

આ વિકેન્ડમાં તમારા લાગણીઓ અને વિચારોને કોઈની સમક્ષ રજૂ કરો, અથવા ડાયરીમાં લખો

સવારમાં આરામથી ઉઠો

દરરોજની સવાર કામની વ્યસ્તતાને લીધે ઘણીવાર ઊંઘ પૂરી નથી થઈ શકતી, આ વિકેન્ડમાં દિવસને શાંતિથી પસાર કરવા માટે સવારે ઉઠવામાં વધુ સમય લો.

સ્ક્રીનથી દૂર રહો

જો તમારી ડેસ્ક જોબ હોય અને નિરંતર સ્ક્રીન સામે કામ કરવાનું રહેતું હોય તો રજાના દિવસે તમે સ્ક્રીનને ડિસ્કનેક્ટ કરો અને અન્ય લાઈવ એક્ટિવિટીમાં ભાગ લો

શેડ્યુલ બનાવો

દિવસ માટે તમારી એક ટુ ડુ લીસ્ટ બનાવી લો જે તમને દિવસ દરમિયાન કામને સમયસર પૂરા કરવામાં મદદ કરશે.

આરામ કરો અને મૂવી જુઓ

કામની વ્યસ્તતામાંથી સમય કાઢી આરામ કરો અને કોઈ સકારાત્મક અને કોમેડી ફિલ્મનો આનંદ માણો

Ghee Recipe: કુકરમાં દાણાદાર ઘી બનાવવાની સરળ રીત