Ghee Recipe: કુકરમાં દાણાદાર ઘી બનાવવાની સરળ રીત


By Smith Taral24, Aug 2024 02:22 PMgujaratijagran.com

ઘરેલું ઘી ભારતીય રસોઈની ખાસિયત છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક અને સ્વાદિષ્ટ માનવામાં આવે છે. જો તમે બજારમાં મળતા ભેળસેળયુક્ત ઘી ન લાવીને, શુદ્ધ દાણાદાર ઘી ઘરે જ બનાવવા માંગો છો, તો આ સરળ અને ઝડપી ઘી બનાવાની રીત નોંધી લો.

સ્ટેપ 1: ક્રીમ તૈયાર કરો

રેફ્રિજરેટરમાંથી ક્રીમને બહાર કાઢો અને ઓરડાના તાપમાને લાવો. ક્રીમમાં 1 ચમચો દહીં ઉમેરો અને મિક્સ કરી તેને એક કલાક માટે ઢાંકી રાખો.

સ્ટેપ 2: માખણ અલગ કરો

ક્રીમમાં 1 કપ ગરમ પાણી ઉમેરો અને 5-6 મિનિટ સુધી હલાવો આમ છાશ અને માખણ અલગ થશે. માખણમાંથી વધુ પાણી કાઢી લો.

સ્ટેપ 3: કૂકરમાં ઘી બનાવો

પ્રેશર કૂકરમાં થોડું પાણી રેડી પછી તેમા માખણ ઉમેરો અને તેમાં એક ચપટી સોડા મિક્સ કરો. કૂકરને મિડિયમ આંચ પર એક સીટી વાગે ત્યાં સુધી પકાવો.

સ્ટેપ 4: ઘી તૈયાર કરો

ગેસ બંધ કરો અને કૂકરનો પ્રેશર હવા નીકળી જાય પછી ઢાંકણ ખોલો. કૂકરમાં રહેલા મિશ્રણને હલાવતા રહો. ઘીનો રંગ સોનેરી થાય ત્યારે ગેસ બંધ કરી દો.

સ્ટેપ 5: ઘી સ્ટોર કરો

તૈયાર ઘીને કાચના વાસણમાં ભરો. ઠંડું થાય પછી, તે ખાવા માટે તૈયાર છે. આ રીતે, તમે સરળ અને ઝડપી રીતે ઘરમાં જ શુદ્ધ દાણાદાર ઘી બનાવી શકો છો.

Soaked Kaju Benefits: પલાળેલા કાજુના આ સ્વાસ્થ્ય લાભો જાણી લો