Manek Chowk: અમદાવાદના માણેક ચોકમાં આ ટેસ્ટી સ્ટ્રીટ ફૂડનો આનંદ માણો


By Smith Taral23, Aug 2024 05:26 PMgujaratijagran.com

અમદાવાદના માણેક ચોકની એક અનોખી ઓળખ છે, જ્યાં ખાણીપીણીની દુનિયામાં તમે ખોવાઈ જાઓ છો. રાત્રે ભરાતા ખાણીપીણીના આ માર્કેટનમાં તમે અવનવા ટેસ્ટી ફૂડ ટ્રાય કરી શકો છો.

ઢોકળા

ગુજરાતનું ટ્રેડિશનલ ફૂડ ઢોકળા, જે ચોખા અને ચણાની દાળથી બનાવવામાં આવે છે. આની દરેક બાઇટ મોઢામાં સ્વાદ ઉમેરે છે. માણેક ચોકમાં ઘણી જગ્યાએ તમને ઢોકળાની શોપ મળી રહેશે

ખાંડવી

ચણાના લોટ અને દહીંના મીક્સ કરીને બનાવામાં આવતી ખાંડવીને તેમ માણેક ચોકમાં ઘણી જગ્યાએ ટ્રાય કરી શકો છો. આના પર જીરું, સરસવ દાણા, મીઠો લીમડો, કોથમીરને સોર્ટે કરીને ગાર્નિશ કરવામાં આવે છે.

પાણીપુરી

સ્ટ્રીટ ફૂડની વાત હોય અને પાણીપુરીનું નામ ન આવે, માણેક ચોકમાં ઘણી જગ્યાએ તમને અવનવા ફ્લેવર્સની પાણી પૂરી ટ્રાય કરી શકો છો.

ભજીયા

વેજીસ અને તેના બેટરથી બનેલા ભજીયા મીઠી ચટણી સાથે અત્યંત સ્વાદિષ્ટ લાગે છે. માણેક ચોકમાં તમને ભજીયાનો આનંદ લઇ શકો છો

તંદૂરી સેન્ડવિચ

તંદૂરી સેન્ડવિચ, વેજીસ અને ચીઝથી ભરીને તંદૂરમાં શેકવામાં આવે અને ચટણી સાથે પીરસવામાં આવે છે. આ હેવી સેન્ડવીચ ખાઈને તમે ફુલફીલીંગ અનુભવો છો

આઇસક્રીમ સેન્ડવીચ

બે બ્રેડના ટુકડા વચ્ચે કોલ્ડ આઇસક્રીમ ભરીને એક અલગ ફ્લેવરની સેન્ડવીચનો આનંદ તમે માણેક ચોકમાં લઈ શકો છો. આ ખાઈને તમે સેન્ડવીચમાં નવો એક્સપિર્યન્સ કરી શકો છો

ચાટ

ચાટને પાપડી, બટાકા, દહીં અને ચટણીઓને મિક્સ કરી્ને બનાવવામાં આવે છે. ક્રિસ્પી અને મસાલેદાર સ્વાદવાળી આ સ્ટ્રીટ ફૂડ તમે માણેક ચોકમાં ટ્રાય કરી શકો છો

ભેળ પુરી

ભેળ મમરા, જીણા સમારેલા ડૂંગળી ટામેટા, કોથમરી, ચટણી અને મસાલાઓ સાથે ભેળવીને બનાવાય છે. તેનો સ્વાદ અને ખાટ્ટું મિશ્રણ ટેસ્ટમાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.

ફાલુદા

ફાલુદા, એક એવી મીઠાઈ જે શરીરને તાજગી આપે છે. ફાલુદાને આઇસક્રીમ સાથે તેને પીરસવામાં આવે છે.

Weight Loss Exercises: વજન ઘટાડવા માટે 8 સરળ દૈનિક કસરતો છે ઘણી ફાયદાકારક