વિશ્વમાં સૌથી વધુ સબસ્ક્રાઈબ થયેલી 10 યુટ્યુબ ચેનલ્સ


By Nileshkumar Zinzuwadiya2023-05-11, 21:44 ISTgujaratijagran.com

1. ટી-સિરીઝ

વિશ્વમાં T-Series એ વિશ્વની સૌથી વધારે સબ્સ્ક્રાઈબ થયેલી ચેનલ છે, અને ઈન્ટરનેટનું આગમન થયું તે અગાઉથી તે ખૂબ લોકપ્રિયતા ધરાવતી હતી. તેની વર્ષ 1983માં સ્થાપના થયેલી

2. કોકોમેલન-નર્સરી રિમ્સ

યુટ્યુબની આ ચેનલ 157 મિલિયન સબ્સ્ક્રાઈબર્સ ધરાવે છે. 'બાથ સોંગ' માટે લોકપ્રિય આશરે 5 બિલિયન લોકો કોકોમેલન પ્લેટફોર્મ પર ટ્રેડિશનલ ચિલ્ડ્રન સોંગ તથા નર્સરી રિમ્સના વીડિયો જુએ છે.

3. SET ઇન્ડિયા

આ યુટ્યુબ ચેનલ 154 મિલિયન સબ્સ્ક્રાઈબર્સ ધરાવે છે. સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન (SET) ઈન્ડિયા તરીકે સોની ભારતમાં વ્યાપક પહોંચ ધરાવે છે અને વિશ્વમાં ત્રીજી સૌથી વધુ જોવાતી યુટ્યુબ ચેનલ છે.

4.મિસ્ટરબીસ્ટ

આ યુટ્યુબ ચેનલ 145 મિલિયન સબ્સ્ક્રાઈબર્સ ધરાવે છે. જીમ્મી ડોનાલ્ડસન મિસ્ટરબીસ્ટ તરીકે ખૂબ જ લોકપ્રિય છે. વર્ષ 2017માં 100,000 સુધીની ગણતરી માટે તેઓ ખૂબ જ વાયરલ થયા હતા.

5. પેવડાઈપાઈ

આ યુટ્યુબ ચેનલ 111 મિલિયન જેટલા સબ્સ્ક્રાઈબર ધરાવે છે. ફેલિક્સ ઉલ્ફ જેલબર્ગનું નામ શરૂઆતમાં ભલે એટલું લોકપ્રિય ન થયું હોય પણ પેવડાઈપાઈ વિશ્વભરમાં ગયેલ છે.

6. કિડ્સ ડિયાના શો

યુટ્યુબ પર કિડ્સ ડિયાના શો 110 મિલિયન જેટલા સબ્સ્ક્રાઈબર્સ ધરાવે છે. કિડ્સ ડિયાના શો અંગ્રેજી ભાષામાં સિરીઝ ધરાવે છે,જે બાળકો સાથે સંકળાયેલો છે.

7. લાઈક નેસ્ટ્યા

આ શો યુટ્યુબ પર 105 મિલિયન સબ્સ્ક્રાઈબર્સ ધરાવે છે. નેસ્ટ્યાના એનાસ્ટસિયા રેડઝીન્સ્કાયા ફક્ત 8 વર્ષની જ હોઈ શકે છે.

8. વ્લેડ એન્ડ નિકી

આ યુટ્યુબ ચેનલ આશરે 96.2 મિલિયન સબ્સ્ક્રાઈબર ધરાવે છે. આ ચેનલ ટોપ 10 પૈકી 8માં ક્રમાંક પર છે. વ્લાદિસ્લાવ વાશ્કેતોવ અને નિકિતા વાશ્કેતોવ મિયામીમાં રહે છે.

9. ડબ્લ્યુડબ્લ્યુઈ

આ યુટ્યુબ ચેનલ પણ 94.40 મિલિયન સબ્સ્ક્રાઈબ્સ ધરાવે છે. વર્લ્ડ વ્રેસ્ટલિંગ એન્ટરટેઈનમેન્ટ એ સૌથી વધુ સબ્સ્ક્રાઈર થયેલી ચેનલો પૈકી એક છે.

10. ઝી મ્યુઝીક કંપની

આ ચેનલ 94.2 મિલિયન સબ્સ્ક્રાઈબર્સ ધરાવે છે. મુંબઈમાં વડુમથક ધરાવતી ઝી મ્યુઝીક એ ટી-સિરીઝની ડાયરેક્ટ કોમ્પિટીટર છે, યુટ્યુબની સૌથી વધુ સબ્સ્ક્રાઈબ થયેલું પેજ છે.

નિક્કી તંબોલીના ટોપ ડિઝાઈનર સાડી લુક્સ