હનુમાન જયંતી નિમિતે ગુજરાતમાં આવેલ પ્રખ્યાત હનુમાનજીના મંદિરોની મુલાકાત કરો.
અમદાવાદમાં લગનિયા હનુમાનજીનું મંદિર ખુબ જ પ્રખ્યાત છે. અહીં પ્રેમી યુગલો લગ્ન ગ્રંથીમાં જોડાય છે. દાદાનાં આશિર્વાદ લઈને લગ્ન કરીને સુખી દામ્પત્ય જીવનની શરૂઆત કરે છે.
સારંગપુરમાં આવેલા શ્રી હનુમાનજી મંદિર આસ્થાનું કેન્દ્ર છે, જે વિશાળ અને શક્તિશાળી હનુમાનજીની મૂર્તિ માટે જાણીતું છે.
વડોદરામાં ડભોઇના પારીખા ગામે પૌરાણિક કષ્ટભંજન દેવ હનુમાનજીનું મંદિર આવેલું છે.
ભગવાન હનુમાનના ચરણસ્પર્શ સાથે સંકળાયેલું એક ઐતિહાસિક મંદિર છે. આ તીર્થસ્થળે પવિત્ર ઉર્જા અને દૈવી આશીર્વાદનો અનુભવ કરો.
અરબી સમુદ્રના કિનારે બેટ દ્વારકામાં શ્રી કૃષ્ણ મંદિરથી 5 કિલોમીટર પૂર્વ દિશામાં ભગવાન હનુમાનજીનું એક ભવ્ય અને અનન્ય મંદિર આવેલું છે.
જુનાગઢ નજીક વડાલ ગામથી 10 કિલોમીટરના અંતરે મોજરીયા હનુમાન મંદિર આવેલું છે.
જુનાગઢમાં ગિરનારની ગોદમાં આવેલું લંબે હનુમાન મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે.
સુરત શહેરમાં ડુમસ નજીક ભીમપોર ગામે જુના હનુમાનજીનું ચમત્કારીક ભીમપોરીયા હનુમાનજીનું મંદિર આવેલું છે.
રાજકોટના હડમતીયા ગામે પંચમુખી હનુમાનનું મંદિર આવેલું છે, અહીં તમને હનુમાનજીના પાંચ મુખના દર્શન કરી શકો છો.
ભાવનગરમાં 225 વર્ષ જૂનું ગોળીબાર હનુમાનજી મહારાજાનું મંદિર આવેલું છે.