Hill Stations in Gujarat: ગુજરાત આસપાસના ફરવા લાયક હિલ સ્ટેશન


By Vanraj Dabhi10, Apr 2025 01:15 PMgujaratijagran.com

પ્રખ્યાત હિલ સ્ટેશન

ગુજરાતમાં કેટલાક પ્રખ્યાત હિલ સ્ટેશન છે, જે ઉનાળામાં ફરવા લાયક છે, તમે અહીં સ્વર્ગની અનુભૂતી થશે.

ઉનાળાની ગરમી

ગુજરાતમાં ઉનાળાની ગરમીમાં ફરવા માટે શ્રેષ્ઠ હિલ સ્ટેશન પ્રવાસ સ્થળ છે. અહીંની મુલાકાત યાદગાર પ્રવાસ બની શકે છે.

સાપુતારા

ડાંગ જીલ્લામાં આવેલું સાપુતારા પ્રખ્યાત અને ગુજરાતનું એક માત્ર હિલ સ્ટેશન છે. દરિયાની સપાટીથી 1000 ફુટની ઉંચાઇએ પર આવેલા આ હિલ સ્ટેશનમાં ઉનાળામાં પણ તાપમાન નીચું હોય છે.

વિલ્સન હિલ્સ

ગુજરાતના સુરતથી 123 કિમી દૂર ધમરપુર જિલ્લામાં આવેલું વિલ્સન હિલ્સ નાનું અને અદભૂત હિલ સ્ટેશન છે. તે દરિયાની સપાટીથી 2500 ફુટની ઉંચાઇએ આવેલું છે.

પાવાગઢ

ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલું પાવાગઢ પ્રખ્યાત તીર્થધામ અને પ્રવાસ સ્થળ છે. દરિયાની સપાટીથી 822 ફુટ ઉંચાઇ પર આવેલું છે.

ડોન હિલ સ્ટેશન

ગુજરાતના સૌથી સુંદર હિલ સ્ટેશનોમાંનું એક ડોન હિલ સ્ટેશન છે. તે ડાંગ જિલ્લામાં દરિયાની સપાટીથી 1000 મીટર ઉંચાઇ પર આવેલું છે.

માથેરાન હિલ સ્ટેશન

ભારતનું સૌથી નાનું અને પ્રદૂષણ મુક્ત માથેરાન હિલ સ્ટેશન મહારાષ્ટ્રમાં આવેલું છે. આ હિલ સ્ટેશન સૂર્યાસ્ત અને સૂર્યોદયનો નજારો જોવા માટે શ્રેષ્ઠ સ્થળ છે.

માઉન્ટ આબુ

ગુજરાતની ઉતર સરહદે રાજસ્થાનમાં આવેલું માઉન્ટ આબુ એક માત્ર હિલ સ્ટેશન છે. અરવલ્લીના પહાડોમાં આવેલું માઉન્ટ આબુમાં ફરવા માટે ઘણા સ્થળો છે.

લોનાવાલા હિલ સ્ટેશન

મહારાષ્ટ્રમાં મુંબઇથી લગભગ 90 કિમી દૂર આવેલું લોનાવાલા હિલ સ્ટેશન છે. શહેરની ભીડ અને પ્રદૂષણથી દૂર લોનાવાલામાં પ્રવાસીઓ રાહત અનુભવે છે.

ખંડાલા

મહારાષ્ટ્રનું પ્રખ્યાત હિલ સ્ટેશન ખંડાલા છે, જે લોનવાલાથી માત્ર 3 કિમી દૂર છે. ઉનાળામાં ઠંડુ હવામાન અને અને ચોમાસામાં ગાઢ ધુમ્મસ પ્રવાસીઓને આકર્ષિત કરે છે.

મહાબળેશ્વર હિલ સ્ટેશન

મહાબળેશ્વર મહારાષ્ટ્રમાં પશ્ચિમ ઘાટ તરીકે ઓળખાતી સહ્યાદ્રિ પર્વતમાળામાં આવેલું ગિરિમથક છે. અહીંની પ્રકૃતિ બારેમાસ લીલાછમ હોવાથી ઉનાળામાં ફરવાનો ખૂબ આનંદ આવે છે.

જવાહર હિલ્સ

સુરતથી 217 કિમી દૂર મહારાષ્ટ્રમાં આવેલું જવાહર હિલ્સ સુંદર કુદરતી સ્થળ છે. કળા પ્રેમીઓ માટે આ સ્થળ સ્વર્ગ સમાન છે. ઉંચા પહાડ, લીલાછમ જંગલ, નદી ઝરણાં માટે આ સ્થળ પ્રખ્યાત છે.

સોલો ટ્રીપ કરવાના ફાયદા શું છે?