જો તમે વજન ઘટાડવા માંગતા હોવ તો આ 10 ઓછી કેલરીવાળા ખોરાક લઈ શકો છો


By Smith Taral25, Feb 2024 03:31 PMgujaratijagran.com

ગ્રીન્સ વેજીસ

પાલક, કાલે અને લેટીસ જેવા ખોરાકમાં કેલરી ઓછી હોય છે પરંતુ પોષક તત્ત્વો, ફાઈબર અને પાણીનું પ્રમાણ વધુ હોય છે.

કાકડી

કાકડીઓમાં મોટા પ્રમાણમાં પાણી રહેલુ હોય છે અને તેમા કેલરીમાં ખૂબ જ ઓછી જોવા મળે છે. આને તમે નાશ્તામા અથવા સલાડમાં ખાઈ શકો છો.

સેલરી

કાકડીઓની માફક સેલરીમાં પણ કેલરીની માત્રા ખૂબ ઓછી હોય છે અને પાણીનું પ્રમાણ વધુ હોય છે, જે વજન ઘટાડવા માંગતા લોકો માટે પરફેક્ય ઓપ્શન છે

બેરી

સ્ટ્રોબેરી, બ્લુબેરી, રાસબેરી અને બ્લેકબેરી જેવી બેરીમાં કેલરી ઓછી હોય છે પરંતુ ફાઈબર, એન્ટીઓક્સીડેન્ટ્સ અને વિટામિન્સથી તે ભરપૂર હોય છે

બ્રોકોલી

બ્રોકોલી એ પોષક તત્ત્વોથી ભરપૂર શાકભાજી છે જેમાં કેલરી ઓછી હોય છે પરંતુ તેમાં ફાઈબર, વિટામિન્સ અને મિનરલ્સ તેમા ઘણી માત્રામાં જોવા મળે છે

ફૂલગોબી

ફૂલકોબીેમા ઓછી કેલરી હોય છે આનો ઉપયોગ ધણા બધા શાક બનાવવામાં થાય છે.

ટામેટાં

વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ્સ ભરપૂર ટામેટામાં ટામેટાંમાં કેલરી ઓછી હોય છે તેને કાચા પણ ખાઈ શકાય છે. ટામેટાને શાકના વધારમાં અથવા સલાડમાં ઉમેરીને ખાઈ શકાય છે.

બેલ પેપર્સ

બેલ પેપર્સ કેલરી ઓછી હોય છે અને વિટામિન સી અને અન્ય એન્ટીઑકિસડન્ટો વધુ હોય છે. તેને કાચા, શેકેલા અથવા સલાડ અને ફ્રાઈસમાં ઉમેરીને ખાઈ શકાય છે.

ઝુચીની

ઝુચીનીમાં ઓછી કેલરી ધરાવે છે. પાસ્તા અથવા ચોખા વધુ કેલરીવાળા ખોરાકની જગ્યાએ તમે આનું સેવન કરી શકો છો.

તરબૂચ

તરબૂચમાં કેલરી ઓછી હોય છે અને પાણીનું પ્રમાણ વધુ હોય છે, જે તેને તાજું ખાઈ શકાય છે જે શરીરને હાઈડ્રેટડ રાખવામાં મદદ કરે છે.

કુદરતી રીતે હિમોગ્લોબિન લેવલને વધારો આ 8 ફળોનું સેવન કરો, મળશે અઢળક ફાયદા