Rajal Barot: રાજલ બારોટની આ 10 જાણી-અજાણી વાતો વિશે તમને નથી ખબર!ચાલો જાણીએ


By Vanraj Dabhi30, May 2024 04:22 PMgujaratijagran.com

પાટણમાં જન્મ

ગુજરાતના પાટણમાં મણીરાજ બારોટના ઘરે રાજલનો જન્મ થયો હતો.જુલાઈ-2006માં રાજલે 'હેલ ભરીનું હું તો હાલુ ઉતાવળી' નામે લોકગીત ગાયું હતુ.

13 વર્ષની ઉંમરે માતા-પિતાની છત્રછાયા ગુમાવી

રાજલ બારોટ 7 વર્ષની હતી ત્યારે તેમની માતાનું અવસાન અને જ્યારે 13 વર્ષની થઈ ત્યારે પિતાની છત્રછાયા ગુમાવી.

માતા-પિતા

રાજલ બારોટની માતાનું નામ જશોદાબહેન અને પિતાનું નામ મણિરાજ બારોટ હતું.

સંઘર્ષ થી સફળતા સુધીની સફર

વર્ષ 2006માં ગીત ગાવા માટે માત્ર 200 રુપિયા મળતા હતા જ્યારે હવે સ્ટેજ શોમાં ધૂમ મચાવે છે.

મોરના ઈંડાને ચીતરવા ન પડે

મોરના ઈંડાને ચીતરવા ન પડે

ગુજરાતી કહેવત મોરના ઈંડાને ચીતરવા ન પડેના આધારે હવે મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટ પણ પિતાના પગલે પગલે જ ચાલી રહી છે.

સ્ટેજ પર્ફોર્મન્સ

રાજલ બારોટને તેના સ્ટેજ પર્ફોર્મન્સ તેમજ ‘ઘાયલ બેવફા’ અને ‘આયો કોરોના આયો’ જેવા સુપરહિટ ગીત પણ આપ્યા છે.

ક્યા કલાકારો સાથે પર્ફોર્મન્સ કર્યું

રાજલ બારોટે ગુજરાતી સિંગર્સ અને એક્ટર વિક્રમ ઠાકોર, જિગ્નેશ કવિરાજ, ગીતા રબારી, કિંજલ દવે, ગમન સંથલ, નિતિન બારોટ અને અન્ય જોડે પણ જોડી જમાવી છે.રાજલ બારોટે પણ સિંગિંગ ક્ષેત્રે કાઠુ કાઢ્યું છે.

પરિવારીક સંબંધ

રાજલ બારોટને કોઈ ભાઈ નથી,તેઓ 4 બહેનો જ છે અને તેમની વચ્ચે અતૂટ પ્રેમ છે.રક્ષાબંધનના પર્વે ચારેય બહેનો એકબીજાને રાખડી બાંધીને તહેવાર ઉજવે છે.

કન્યાદાન કર્યું

રાજલ બારોટે પોતાની મોટી બહેન મેઘલના લગ્નમાં કન્યાદાન કર્યું હતુ. જે બાદ ગાંધીનગરમાં એક ફાર્મહાઉસમાં પોતાની બન્ને નાની બહેનોના એકસાથે લગ્ન કરાવ્યા હતા.

રાજલ બારોટે સગાઈ કરી

ગુજરાતી ગાયિકા રાજલ બારોટે અલ્પેશ બાંભણીયા સાથે સગાઈ કરી છે.આ તકે ગુજરાતી ગાયક કિંજલ દવે,ગીતાબેન રબારી,જીગ્નેશ કવિરાજ હાજર રહ્યા હતા.

ઘરે જ બનાવો સ્ટ્રીટ સ્ટાઈલની લસ્સી, જાણી લો રેસિપી