ખાવો આ 10 શાકભાજી આંખોનાં સ્વાસ્થ્ય માટે છે BEST


By Smith Taral27, Jan 2024 04:10 PMgujaratijagran.com

આજકાલ આપણે લાંબા સમય સુધી કમપ્યુટર અને ફોન જોવામાં સમય કાઢીએ છે, જે ક્યાંક ને ક્યાયંક આપણા આંખોને નુકસાન પહોંચાડે છે, માટે આંખાના સ્વાસ્થ્યની કાળજી લેવી ધણી જરુરી બની જાય છે. તો ચાલો જાણીએ કેટલાક એવા શાકભાજી વિશે જે તમારી આંખોની સંભાળ રાખવામાં મદદ કરશે.

ગાજર

ગાજરમાં બીટા કેરોટીનનું પ્રમાણ વધુ હોય છે, સાથે તેમા વિટામિન Aનો પણ રહેલુ હોય છે, જે આંખોને તંદુરસ્ત રાખવા માટે જરૂરી છે.

શક્કરીયા

શક્કરીયામાં ભરપૂર માત્રામાં બીટા-કેરોટીન હોય છે, જે શરીરમાં વિટામીન Aમાં પરિણમે છે. શક્કરીયા આંખની દ્રષ્ટિ અને તેના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે

બ્રોકોલી

બ્રોકોલીમાં વિટામિન સીની સાથે લ્યુટીન અને ઝેક્સાન્થિન જેવા એન્ટીઑકિસડન્ટો હોય છે, જે આંખોની રક્તવાહિનીઓ સ્વસ્થ રાખવામાં મદદરુપ બને છે.

You may also like

Alert: આ શાકભાજીને કાચા ખાવાની ટેવ હોય તો, આજે જ છોડો,નહીતર થશે મોટુ નુકસાન

મુળાના પાન ખાવાના 6 સૌથી મોટા ફાયદા શરીર બની રહેશે તંદુરસ્ત

સ્પિનાચ

લ્યુટીન અને ઝેક્સાન્થિનથી ભરપૂર , પાલક આંખોને અલ્ટ્રાવાયોલેટ કિરણો જેવા હાનિકારક વસ્તુથી અને તડકામ સુરક્ષિત રાખે છે.

કાલે

પાલકની જેમ જ, કાલે લ્યુટીન અને ઝેક્સાન્થિનનો સારો સ્ત્રોત છે, જે ઉમર સંબંધિત મેક્યુલર ડિજનરેશન (AMD) ના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે.

ટામેટાં

ટામેટાંમાં લાઇકોપીન હોય છે, જે એક એન્ટીઑકિસડન્ટ છે જે મોતિયાને રોકવામાં મદદ કરી શકે છે અને ઓવરઓલ સ્વાસ્થ્યને સારુ કરે છે.

બ્રસેલ્સ સ્પ્રાઉટ્સ

બ્રસેલ્સ સ્પ્રાઉટ્સમાં લ્યુટીન હોય છે, ઝેક્સાન્થિન અને વિટામિન સી હોય છે જે આંખોને ઓક્સિડેટીવ તણાવથી બચાવવામાં મદદ કરી શકે છે.

લીલા પાંદડા વાળી શાકભાજી

પાંદડાવાળા લીલા, કોલાર્ડ ગ્રીન્સ લ્યુટીન અને ઝેક્સાન્થિન આપે છે, જે મસક્યુલર સ્વાસ્થયને સારુ રાખે છે અને આંખના રોગોનું જોખમ ઘટાડે છે.

બીટ

બીટરૂટમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ આંખોને ઓક્સિડેટીવ તણાવથી બથાવે છે અને ઉંમર સંબંધિત મેક્યુલર ડિજનરેશન (AMD) નું જોખમ ઘટાડે છે.

ગાજરથી લઈને મગની દાળ સુધી શિયાળામાં આ હલવાઓની મજા માણો