SG ફિનસર્વના શેરનો ભાવ છેલ્લા એક વર્ષમાં રૂપિયા 65.75 થી વધીને રૂપિયા 647.85 થયો છે. આ સમયમાં 885.32 ટકા વળતર આપ્યું છે.
જો કોઈ રોકાણકારે એક વર્ષ અગાઉ 1,00,000 રોકાણ કર્યું હોય તો તેનું મૂલ્ય વધીને આજે રૂપિયા 985,323 કરોડ થઈ ગયું હશે.
છેલ્લા ત્રણ વર્ષમાં કંપનીનો શેરનો ભાવ રૂપિયા 2.70 હતો, જે વર્તમાન સમયમાં રૂપિયા 647.85 થયો છે. આ અવધી દરમિયાન 23894.44 ટકા વળતર પૂરું પાડ્યું છે.
અલબત કોઈ રોકાણકારે ત્રણ વર્ષ અગાઉ રૂપિયા 1,00,000નું રોકાણ કર્યું હોય તો તેનું મૂલ્ય આજે વધીને રૂપિયા 2,39,94,000 થઈ ગયું હશે.
આ કંપનીના પર્ફોમન્સની વાત કરવામાં આવે તો તેનો ચોખ્ખો નફો રૂપિયા 18.41 કરોડ થયો છે. જે એક વર્ષ અગાઉ રૂપિયા 0.32 કરોડ હતો.