Vande Bharat vs Amrit Bharat: ભારતીય રેલવે દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં મુસાફરોના પ્રવાસને વધુ આધુનિક, ઝડપી અને આરામદાયક બનાવવા માટે અનેક નવી ટ્રેનો શરૂ કરવામાં આવી છે. આધુનિક રેલવે નેટવર્કમાં અત્યારે બે સૌથી ચર્ચાસ્પદ અને લોકપ્રિય ટ્રેનો છે - વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat Express) અને અમૃત ભારત એક્સપ્રેસ (Amrit Bharat Express). જો તમે પણ ટ્રેન દ્વારા મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો અને આ બંને ટ્રેનો વચ્ચેનો તફાવત જાણવા માગો છો, તો તેમની વિશેષતાઓ, સ્પીડ અને ભાડા વિશેની આ વિગતો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
મુખ્ય ઉદ્દેશ્ય અને ટાર્ગેટ ઓડિયન્સ
વંદે ભારત એક્સપ્રેસ: આ એક સેમી-હાઇ સ્પીડ ચેર કાર (Chair Car) ટ્રેન છે, જે મુખ્યત્વે એવા મુસાફરો માટે બનાવવામાં આવી છે જેઓ ઓછા સમયમાં ઝડપથી એક શહેરમાંથી બીજા શહેરમાં પહોંચવા માગે છે અને પ્રીમિયમ સુવિધાઓ પસંદ કરે છે.
અમૃત ભારત એક્સપ્રેસ: આ એક નોન-એસી પુશ-પુલ (Push-Pull) ટેકનોલોજી પર આધારિત ટ્રેન છે, જેને ખાસ કરીને સામાન્ય અને મધ્યમ વર્ગના મુસાફરો તથા રોજિંદા પ્રવાસીઓ માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેમાં સ્લીપર અને જનરલ બંને કોચ ઉપલબ્ધ હોય છે.
સ્પીડ અને ક્ષમતા
સ્પીડ: વંદે ભારત એક્સપ્રેસ તેની ફાસ્ટ એક્સિલરેશન અને હાઇ સ્પીડ માટે જાણીતી છે, જે રૂટ પ્રમાણે 130 થી 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. બીજી તરફ, અમૃત ભારત એક્સપ્રેસની મહત્તમ સ્પીડ અંદાજે 110 થી 130 કિમી પ્રતિ કલાકની આસપાસ રહે છે, કારણ કે તેમાં આગળ અને પાછળ બંને તરફ એન્જિન (પુશ-પુલ ટેકનોલોજી) હોવાથી તે ઝડપથી સ્પીડ પકડી શકે છે.
કોચ અને ક્લાસ: વંદે મનમાં માત્ર એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર હોય છે. જ્યારે અમૃત ભારતમાં સ્લીપર (Sleeper) અને જનરલ (Unreserved) કોચની સુવિધા મળે છે, જેથી લાંબા અંતરની યાત્રા સસ્તી બને છે.
ભાડું અને ટિકિટની કિંમત
વંદે ભારત: પ્રીમિયમ સુવિધાઓ, ઓટોમેટિક દરવાજા, વાઇફાઇ અને કેટરિંગ સેવાઓને કારણે વંદે ભારતનું ભાડું સામાન્ય એક્સપ્રેસ કે શતાબ્દી કરતા વધારે હોય છે.
અમૃત ભારત: આ ટ્રેનનું ભાડું ખૂબ જ એફોર્ડેબલ એટલે કે દરેકને પોસાય તેવું રાખવામાં આવ્યું છે, જેથી સામાન્ય નાગરિકો બજેટમાં રહીને આધુનિક અને ઝટકા વગરની (Jolt-free) આરામદાયક મુસાફરીનો આનંદ માણી શકે.
આધુનિક સુવિધાઓ અને ડિઝાઇન
બંને ટ્રેનોમાં ભારતીય રેલવે દ્વારા અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે-
વંદે ભારતમાં સેન્સર વાળા દરવાજા, રોટેટ સીટ્સ (કેટલીક ટ્રેનોમાં), બાયો-વેક્યૂમ ટોઇલેટ અને અત્યાધુનિક પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ મળે છે.
અમૃત ભારતમાં પણ લિકેજ-પ્રૂફ સીટ ડિઝાઇન, આકર્ષક રંગ-રોગાન, આધુનિક શૌચાલય, એલઇડી લાઇટ અને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ જેવી સુવિધાઓ આપવામાં આવી છે, જેથી ગરીબ અને મધ્યમ વર્ગના મુસાફરોને પણ ઉત્તમ અનુભવ મળી શકે.
કઈ ટ્રેન પસંદ કરવી?
જો તમારે ટૂંકા કે મધ્યમ અંતરની મુસાફરી ઝડપથી કરવી હોય અને પ્રીમિયમ કમ્ફર્ટ જોઈતો હોય, તો વંદે ભારત એક્સપ્રેસ શ્રેષ્ઠ વિકલ્પ છે. પરંતુ, જો તમે લાંબા અંતરની સફર ઓછા બજેટમાં અને આરામદાયક સ્લીપર કોચમાં કરવા માગતા હોવ, તો અમૃત ભારત એક્સપ્રેસ તમારા માટે એકદમ પરફેક્ટ સાબિત થશે.
