નવા શહેરમાં ગયા પછી ગેસ માટે થશે ફાંફાં? આ નાની યુક્તિથી મિનિટોમાં ટ્રાન્સફર કરો તમારું LPG કનેક્શન!

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 09 Nov 2026 08:27 PM (IST)Updated: Mon, 09 Nov 2026 08:27 PM (IST)
lpg-connection-transfer-guide-move-your-gas-to-a-new-city

Gas Connection Transfer: આજના દોડધામભર્યા યુગમાં એક જ શહેરમાં કાયમ માટે સ્થાયી રહેવું ખૂબ મુશ્કેલ બની ગયું છે. પ્રગતિશીલ નોકરી, ઉચ્ચ અભ્યાસ કે પછી કોઈ વ્યાવસાયિક કારણોસર એક શહેરમાંથી બીજા શહેરમાં શિફ્ટ થવું એ હવે સામાન્ય બાબત બની ગઈ છે. જ્યારે પણ નવું શહેર અને નવું સરનામું શોધવાની વાત આવે છે, ત્યારે તેની સાથે વીજળી, પાણી અને સૌથી મહત્વપૂર્ણ એટલે કે રસોઈ ગેસ (LPG Connection) જેવી પ્રાથમિક સુવિધાઓ નવા સરનામે ટ્રાન્સફર કરવાની ચિંતા પણ સાથે આવે છે.

ઘણા લોકોના મનમાં એક જ મૂંઝવણ ચાલતી હોય છે: "શું જૂનું ગેસ કનેક્શન સરેન્ડર કરવું પડશે?", "શું નવા શહેરમાં નવું જ કનેક્શન લેવું પડશે?", "પ્રોસેસમાં કેટલો સમય લાગશે?"

જો તમારા મનમાં પણ આ જ પ્રશ્નો છે, તો તમારા માટે ખુશખબર એ છે કે શહેર બદલવા છતાં તમારે તમારું જૂનું LPG કનેક્શન કેન્સલ કરવાની કે નવું ખરીદવાની કોઈ જરૂર નથી. તમે સરળતાથી તમારું ચાલુ કનેક્શન નવા શહેરમાં ટ્રાન્સફર કરાવી શકો છો. ચાલો જાણીએ આખી પ્રક્રિયા સ્ટેપ-બાય-સ્ટેપ.

કનેક્શન ટ્રાન્સફર કરવા માટે જરૂરી દસ્તાવેજો

ઓળખનો પુરાવો (Identity Proof): આધાર કાર્ડ, વોટર આઈડી, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અથવા પાસપોર્ટ.

નવું એડ્રેસ પ્રુફ Address Proof): નવા ઘરનું ભાડા કરાર (Rent Agreement), લાઈટ બિલ, પાણીનું બિલ, અથવા અપડેટ કરેલું આધાર કાર્ડ/પાસપોર્ટ.

કનેક્શન સંબંધિત ઓરિજિનલ કાગળો

  • ગેસ પાસબુક / કન્ઝ્યુમર બુક (Gas Passbook)
  • ઓરિજિનલ સબસ્ક્રિપ્શન વાઉચર (SV - Subscription Voucher)
  • DGCC બ્લુ બુક (Domestic Gas Consumer Card)
  • પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ: 2 થી 4 તાજેતરના ફોટો.
  • બેંક એકાઉન્ટની વિગત: બેંક પાસબુકની નકલ (જો ગેસ સબસિડી કે કોઈ રિફન્ડ જમા કરાવવાનું હોય તો).

જૂની ગેસ એજન્સીમાં કનેક્શન બંધ કરવાની રીત (Termination Process)

નવા શહેરમાં જતા પહેલા તમારે તમારી વર્તમાન (જૂની) એજન્સીએ જઈને નીચે મુજબના સ્ટેપ્સ પૂર્ણ કરવાના રહેશે-

સિલિન્ડર અને રેગ્યુલેટર જમા કરાવો: તમારી પાસે રહેલો ગેસનો બાટલો (સિલિન્ડર) અને રેગ્યુલેટર તમારી જૂની એજન્સીમાં સુપ્રત કરો.

દસ્તાવેજ જમા કરાવવા: ઓરિજિનલ સબસ્ક્રિપ્શન વાઉચર (SV) અને કન્ઝ્યુમર બુક એજન્સીને આપો.

ટર્મિનેશન વાઉચર (TV) મેળવવું: તમારી પાસે રહેલા સાધનો અને કાગળોની ચકાસણી કર્યા પછી, જૂની એજન્સી તમને Terminaton Voucher (TV) ઈશ્યૂ કરશે.

ડિપોઝિટ રિફન્ડ: કનેક્શન લેતી વખતે તમે જે સિક્યોરિટી ડિપોઝિટ જમા કરાવી હતી, તે રકમ પણ નિયમ મુજબ તમને પરત મળી જશે.

મહત્વની ટીપ: જૂનું કનેક્શન બંધ થઈને ટર્મિનેશન વાઉચર (TV) ન મળે ત્યાં સુધી નવા શહેરમાં ટ્રાન્સફરની કામગીરી શરૂ થઈ શકતી નથી, તેથી આ વાઉચર સંભાળીને રાખવું.

નવા શહેરમાં કનેક્શન ફરીથી શરૂ કેવી રીતે કરવું?

નજીકની એજન્સીની મુલાકાત: તમારા નવા સરનામાની નજીક આવેલી તે જ કંપનીની (જેમ કે HP, Indane, કે Bharat Gas) એજન્સીનો સંપર્ક કરો.

દસ્તાવેજો સબમિટ કરવા: જૂની એજન્સીમાંથી મળેલું ટર્મિનેશન વાઉચર (TV), નવા પતાનો પુરાવો અને ફોટોગ્રાફ્સ નવી એજન્સીમાં જમા કરાવો.

નવું ઇક્વિપમેન્ટ મેળવવું: એજન્સી તમારા ડોક્યુમેન્ટ્સ વેરિફાય કરીને તમને નવો 'Transfer Subscription Voucher' આપશે. સાથે જ નવો સિલિન્ડર અને રેગ્યુલેટર તમને ઈશ્યૂ કરી દેવામાં આવશે.

ટ્રાન્સફર કરતી વખતે ધ્યાનમાં રાખવાની ખાસ બાબતો

કાગળો સાચવીને રાખો: જૂની એજન્સી તરફથી મળેલું ટર્મિનેશન વાઉચર (TV) ખૂબ મહત્વનો પુરાવો છે. નવું કનેક્શન ચાલુ ન થાય ત્યાં સુધી તેને સુરક્ષિત રાખો.

એડ્રેસનો પુરાવો: જો નવા શહેરમાં તમારી પાસે લાઈટ બિલ કે આધાર કાર્ડ ન હોય, તો રજીસ્ટર્ડ રેન્ટ એગ્રીમેન્ટ પણ માન્ય ગણાય છે.

એજન્સી કંપની બદલવી: જો તમે એક જ કંપની (જેમ કે ઇન્ડેન થી ઇન્ડેન)માં ટ્રાન્સફર કરી રહ્યા હો તો પ્રક્રિયા ઝડપી થાય છે. પરંતુ જો કંપની બદલવી હોય (Portability), તો તેની જાણ પણ ટર્મિનેશન વખતે જ જૂની એજન્સીને કરવી પડે છે.

તમારે હવે ગેસ કનેક્શન માટે કોઈ દલાલ કે વચેટિયા પાસે જવાની જરૂર નથી. આ સરળ પ્રોસેસથી તમે કોઈપણ ઝંઝટ વગર તમારું કનેક્શન નવા સરનામે શિફ્ટ કરી શકો છો.