વાહન ચાલકો માટે માત્ર 10 દિવસ જ બાકી, ડ્રાઇવિંગ લાયસન્સનું આ કામ પતાવી લો, નહીં તો સસ્પેન્ડ થઈ જશે!

વાહન ચાલકોએ 25 સપ્ટેમ્બર સુધીમાં ડ્રાઇવિંગ લાયસન્સમાં મોબાઈલ નંબર અપડેટ કરાવવો ફરજિયાત છે, અન્યથા ટ્રાફિક પોલીસ દ્વારા મુશ્કેલી થઈ શકે છે. આ પ્રક્રિયા સારથી પરિવહન વેબસાઇટ પર ઘરે બેઠા ઓનલાઈન કરી શકાય છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 15 Sep 2026 06:28 PM (IST)Updated: Tue, 15 Sep 2026 06:28 PM (IST)
driving-licence-warning-just-10-days-remaining-to-finish-this-mandatory-task-dl-deadline

Driving Licence Warning: દરેક વાહન ચાલક પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ હોવું જરૂરી છે, પરંતુ લાઈસન્સ પાસે રાખવું પુરતુ નથી, તેને સમયાંતરે અપડેટ કરાવવું પણ જરૂરી છે. એવામાં જો તમે પણ વાહન ચલાવો છો, અને તમારી પાસે જૂનું ડ્રાઈવિંગ લાઈસન્સ હોય, તો તમારા માટે એક અગત્યના સમાચાર છે.

જ્યારે વાહન ચાલકને ટ્રાફિક પોલીસ અટકાવે, ત્યારે તેની પાસે રેહલા ડ્રાઈવિંગ લાઈસન્સમાં ફોટો અને મોબાઈલ નંબર અપડેટ નહીં હોય તો તકલીફ થઈ શકે છે. ડ્રાઈવિંગ લાઈસન્સમાં કેટલાક જરૂરી સુધારા-વધારા તમે ઘરે બેઠા જ ઑનલાઈન કરાવી શકો છો. એવામાં જો તમારા ડ્રાઈવિંગ લાઈસન્સમાં મોબાઈલ નંબર અપડેટ ના હોય, તો જેમ બને તેમ જલ્દી કરાવી દેજો.

ડ્રાઈવિંગ લાઈસન્સમાં મોબાઈલ નંબર અપડેટ કરાવવાની ડેડલાઈન

હકીકતમાં ડ્રાઈવિંગ લાઈસન્સને અપડેટ કરાવવા અંગે એવું કહેવાઈ રહ્યું છે કે, તમામ ડ્રાઈવિંગ લાઈસન્સ ધારકોએ પોતાનો મોબાઈલ નંબર અપડેટ કરાવવો જ પડશે. આ માટે આગામી 25 સપ્ટેમ્બરની ડેડલાઈન આપવામાં આવી છે. જો કે એવું પણ કહેવાય છે કે, આ તારીખ લંબાઈ શકે છે. એવામાં જો તમારા ડ્રાઈવિંગ લાઈસન્સમાં મોબાઈલ નંબર અપડેટ નહી કરાવેલો હોય, તો તમારી મુશ્કેલી વધી શકે છે.

નવા ડ્રાઈવિંગ લાઈસન્સમાં મોબાઈલ નંબર અપડેટ જ હોય છે, પરંતુ જેમને ડ્રાઈવિંગ લાઈસન્સ જૂની હશે, તેમાં મોબાઈલ નંબર નથી હોતો. તમે પણ તમારું ડ્રાઈવિંગ લાઈસન્સ ચેક કરી શકો છો કે, તેમાં મોબાઈલ નંબર અપડેટ છે કે કેમ?


આ રીતે ડ્રાઈવિંગ લાઈસન્સમાં મોબાઈલ ઑનલાઈન અપડેટ કરો

આ માટે તમે ગૂગલ પર સારથી પરિવહન સર્ચ કરશો, તે બાદ આવતી sarathi.parivahan.gov.in વેબ સાઈટ પર જાઓ

હવે જે પેજ ખુલે, તેમાં તમારું રાજ્ય સિલેક્ટ કરીને Other પર ક્લિક કરો

જે બાદ તમને Update Mobile Numberનો ઑપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરો

હવે Select Criteriaમાં ડ્રાઈવિંગ લાઈસન્સનો ઑપ્શન સિલેક્ટ કરો

જ્યાં તમારી પાસે આપવામાં આવેલી વિગતો ભરવાની રહેશે

એકવાર વિગતો ભર્યા બાદ તેને વ્યવસ્થિત ચેક કરીને સબમિટ પર ક્લિક કરો. જે બાદ સ્ક્રિન પર દેખાતી વિગતોને ફરીથી ચેક કરી લો

હવે તમારે તમારો નવો મોબાઈલ નંબર દાખલ કરીને Proceed પર ક્લિક કરવું પડશે.

જે બાદ તમારા નવા નંબર પર એક OTP આવશે, જેને દાખલ કરીને Verify પર ક્લિક કરી દો

હવે તમારો મોબાઈલ નંબર અપડેટ થઈ જશે