Aadhaar Name Update: આધાર કાર્ડમાં નામ બદલવાના નિયમોમાં ફેરફાર, UIDAIએ જાહેર કરી નવી SOP

આધાર કાર્ડમાં નામ, અટક અથવા સ્પેલિંગ સુધારવા માંગો છો? UIDAIએ નવી SOP જાહેર કરી છે. હવે Minor Change, Major Change, લગ્ન, છૂટાછેડા અને ઓપરેટરની ભૂલ માટે અલગ-અલગ દસ્તાવેજો જરૂરી રહેશે.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Tue, 06 Oct 2026 02:38 PM (IST)Updated: Tue, 06 Oct 2026 02:38 PM (IST)
aadhaar-card-name-change-new-rules-uidai-sop-documents-required-for-name-update-2026

Aadhaar card name change new rules: આધાર કાર્ડ આજે લગભગ દરેક Government Service, બેંકિંગ અને અન્ય મહત્વના કામો માટે જરૂરી દસ્તાવેજ બની ગયું છે. જો તમારા આધાર કાર્ડમાં નામ, અટક અથવા સ્પેલિંગમાં કોઈ ભૂલ હોય, તો તેને સમયસર Update કરાવવું જરૂરી છે. હવે ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (UIDAI)એ આધાર કાર્ડમાં નામ સુધારવાની પ્રક્રિયા માટે નવી Standard Operating Procedure (SOP) જાહેર કરી છે. નવા નિયમો મુજબ નામમાં થતા ફેરફારોને અલગ-અલગ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે અને દરેક પ્રકારના Name Update માટે અલગ દસ્તાવેજો રજૂ કરવા પડશે.

કયા ફેરફારને Minor Change ગણવામાં આવશે?

UIDAIની નવી SOP મુજબ નામના સ્પેલિંગમાં સામાન્ય સુધારો, નામના શબ્દોના ક્રમમાં ફેરફાર અથવા મિડલ નેમ ઉમેરવું કે દૂર કરવું ‘Minor Change’ હેઠળ આવશે. આવા કિસ્સામાં અરજદારે Proof of Identity (PoI) રજૂ કરવું પડશે. 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે Head of Family (HoF) આધારિત અપડેટની સુવિધા આપવામાં આવી છે. આ માટે Proof of Relationship (PoR)નો ઉપયોગ કરી શકાય છે.

ઓપરેટરની ભૂલ હોય તો શું કરવું?

ઘણા કિસ્સામાં આધાર નોંધણી દરમિયાન ઓપરેટરની ભૂલને કારણે નામ ખોટું નોંધાઈ જાય છે. આવી સ્થિતિમાં 18 વર્ષથી વધુ ઉંમરના અરજદારે Annexure B એફિડેવિટ સાથે PoI અથવા PoR રજૂ કરવાનું રહેશે. જો અરજદાર સગીર હોય તો તેના વાલી દ્વારા Annexure C એફિડેવિટ જમા કરાવવું પડશે. ત્યારબાદ UIDAI દ્વારા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે.

લગ્ન અથવા છૂટાછેડા બાદ સરનેમ બદલવા માટે શું જરૂરી?

લગ્ન બાદ અથવા છૂટાછેડા પછી સરનેમ બદલવા માંગતા લોકો માટે પણ અલગ નિયમો નક્કી કરવામાં આવ્યા છે. અરજદારે Annexure D એફિડેવિટ અને Proof of Identity રજૂ કરવાનું રહેશે. એફિડેવિટમાં સ્પષ્ટપણે જણાવવું પડશે કે સરનેમમાં ફેરફાર થવા છતાં વ્યક્તિની મૂળ ઓળખમાં કોઈ બદલાવ થતો નથી. આ જ પ્રકારની પ્રક્રિયા જેન્ડર ચેન્જ બાદ નામ અપડેટ કરવા માટે પણ લાગુ પડશે.

સંપૂર્ણ નામ બદલવા માટે કડક નિયમ

જો કોઈ વ્યક્તિ પોતાનું આખું નામ બદલીને નવી ઓળખ અપનાવવા માંગતી હોય, તો તેને Major Name Change તરીકે ગણવામાં આવશે. આવા કિસ્સામાં માત્ર અરજી પૂરતી રહેશે નહીં. અરજદારે સરકારી Gazette Notification અને માન્ય ઓળખ દસ્તાવેજ રજૂ કરવો ફરજિયાત રહેશે. આ નિયમનો હેતુ ઓળખ સંબંધિત ગેરરીતિઓને રોકવાનો છે.

કયા સુધારા માટે દસ્તાવેજની જરૂર નહીં પડે?

જો માત્ર અક્ષરોના મોટા અને નાના (Capital-Small) સ્વરૂપમાં સુધારો કરવો હોય, જેમ કે RaMesh ને Ramesh કરવું હોય, તો તેના માટે કોઈ વધારાના દસ્તાવેજોની જરૂર રહેશે નહીં. UIDAIએ સ્પષ્ટ કર્યું છે કે તમામ અરજીઓ અને દસ્તાવેજોની તપાસ બાદ જ નામ બદલવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.