નવી દિલ્હી, જેએનએનઃ તાન્હાજી જેવી બ્લોકબસ્ટર ફિલ્મના ડાયરેક્ટર ઓમ રાઉત હવે ફિલ્મ આદિપુરુષ લઈને આવી રહ્યાં છે. ફિલ્મ લાંબા સમયથી ચર્ચામાં છે. હાલમાં જ રવિવારે એક ગ્રાન્ડ ઈવેન્ટમાં પ્રભાસ અને કૃતિ સેનને ફિલ્મનું ટીઝર લોન્ચ કર્યું, જે બાદથી ફિલ્મ સતત ચર્ચામાં છે. ફિલ્મના વીએફએક્સ અને સીજીઆઈને લઈને સોશિયલ મીડિયામાં જોરદાર ટ્રોલ થઈ રહી છે. કોઈએ ફિલ્મના કાર્ટૂન તો કોઈએ વીડિયો ગેમ ગણાવ્યું છે. આદિપુરુષની આ નિંદાને લઈને ઓમ રાઉતનું નિવેદન આવ્યું છે, જે ટ્રોલર્સની બોલતી બંધ કરનારું છે.
આદિપુરુષ મોબાઈલ માટે નથી
ઓમ રાઉતે વેબસાઈટ ધ ઈન્ડિયન એક્સ્પ્રેસને આદિપુરુષને લઈને એક ઈન્ટવ્યૂ આપ્યું છે. વાતચીત દરમિયાન ડાયરેક્ટરે કહ્યું કે ટીઝરને લઈને થઈ રહેલી નિંદાઓની તેમને પહેલેથી ખ્યાલ હતો કેમક તેમની ફિલ્મ મોટી સ્ક્રીન માટે છે ન કે મોબાઈલ ફોન માટે, પરંતુ આદિપુરુષને વધુ લોકો સુધી પહોંચાડવા માટે તેમને ટીઝરને કાપીને તેમને મોબાઈલ લાયક બનાવવું પડ્યું.
ટ્રોલિંગને લઈને દુઃખી છે ઓમ રાઉત
ઓમ રાઉતે કહ્યું, "હું લોકોના રિએક્શન જોઈને નિરાશ હતો, પરંતુ પરેશાન ન હતો કેમકે ફિલ્મ એક મોટા પડદાં માટે બનાવવામાં આવી છે. તમે આમાં કંઈક મર્યાદા સુધી કામ કરી શકો છો, પરંતુ તેને મોબાઈલ ફોન લાયક ન બનાવી શકો. આ એક એવી વસ્તુ છે જેને કંટ્રોલ ન કરી શકાય. હું તેને ક્યારેય યૂટ્યૂબ પર ન મૂકત, પરંતુ સમયની જરૂરિયાતને જોતા અમારે તેને યૂટ્યૂબ પર મૂકવી પડી, કે જેથી વધુને વધુ લોકો સુધી પહોંચી શકાય."
ફિલ્મના રસપ્રદ પાત્ર
ફિલ્મ આદિપુરુષની વાત કરીએ તો આ એક માઈથોલોજિકલ ડ્રામા છે. ફિલ્મમાં બાહુબલી ફેમ પ્રભાસ- રાઘવ, કૃતિ સેનન- જાનકી અને સૈફ અલી ખાન- લંકેશ નામનું પાત્ર ભજવી રહ્યાં છે, જે રામાયણના ભગવાન રામ, દેવી સીતા અને રાવણ પર આધારીત છે.
