Xiaomi 18 Pro Max: સ્માર્ટફોન બજારમાં ટૂંક સમયમાં એક મોટો ધડાકો થવા જઈ રહ્યો છે. જાણીતા ટિપસ્ટર ડિજિટલ ચેટ સ્ટેશન તરફથી ચાઇનીઝ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Weibo પર એક નવો લીક સામે આવ્યો છે. આ લીક અનુસાર, પ્રખ્યાત ટેક કંપની Xiaomi તેના આગામી ફ્લેગશિપ સ્માર્ટફોન Xiaomi 18 Pro Max પર કામ કરી રહી છે.
જે શક્તિશાળી ડ્યુઅલ 200-મેગાપિક્સલ કેમેરા સેટઅપ સાથે લોન્ચ થઈ શકે છે. આ નવું ડિવાઇસ ગયા વર્ષના Xiaomi 17 Pro Max ના અનુગામી તરીકે 2026 ના ચોથા ક્વાર્ટર (Q4) એટલે કે વર્ષના અંતમાં લોન્ચ થવાની સંભાવના છે.
કેમેરા ફીચર્સમાં જોવા મળશે મોટો અપગ્રેડ
લીક થયેલી માહિતી મુજબ, Xiaomi 18 Pro Max માં કેમેરા સેન્ટ્રિક અદભૂત ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે:
આ ફોનમાં મુખ્ય કેમેરા 1/1.28-ઇંચ સેન્સર ધરાવતો 200-મેગાપિક્સલનો મુખ્ય કેમેરા મળી શકે છે. આ કેમેરા આગામી પેઢીની LOFIC ટેકનોલોજીથી સજ્જ હશે, જે હાઇ-ડાયનેમિક-રેન્જ ઇમેજિંગ અને ઓછા પ્રકાશમાં શાનદાર ફોટોગ્રાફી પ્રદાન કરશે. ટેલિફોટો કેમેરાની વાત કરીએ તો એન્જિનિયરિંગ નમૂનાઓ અનુસાર, બીજો 200-મેગાપિક્સલનો ટેલિફોટો કેમેરા હશે, જે 1/1.56-ઇંચ સેન્સર, 3x ફોકલ લંબાઈ અને f/2.4 એપરચર સાથે આવશે. આ કેમેરા મેક્રો ફોટોગ્રાફીને પણ સપોર્ટ કરશે અને તેના લેન્સ તેમજ સેન્સરની આખી એસેમ્બલી સ્ટ્રક્ચરમાં મોટો સુધારો કરવામાં આવ્યો છે. આ નવું ડ્યુઅલ 200MP ઇમેજિંગ સેટઅપ જૂના મોડેલ Xiaomi 17 Pro Max ની સરખામણીએ બહુ મોટો અપગ્રેડ સાબિત થશે.
અન્ય સંભવિત સ્પેસિફિકેશન્સ
ડિસ્પ્લે
ફોનમાં 2K રિઝોલ્યુશન સાથેની 6.9-ઇંચની મોટી ફ્લેટ ડિસ્પ્લે જોવા મળી શકે છે.
પ્રોસેસર
તેમાં પાવરફુલ પર્ફોર્મન્સ માટે આગામી Snapdragon 8 Elite Gen 6 Pro ચિપસેટ હોવાની અપેક્ષા છે.
બેટરી અને ચાર્જિંગ
ઉપકરણમાં 8,500mAh ની વિશાળ બેટરી હોઈ શકે છે, જે 100W ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગ અને 50W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરશે.
ઓપરેટિંગ સિસ્ટમ
આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 17 પર આધારિત HyperOS 4 પર ચાલી શકે છે.
અન્ય ફીચર્સ
તેમાં સંતુલિત ડ્યુઅલ-સ્પીકર સેટઅપ અને સારી હેપ્ટિક્સ માટે મોટી X-એક્સિસ રેખીય મોટરનો સમાવેશ થઈ શકે છે.
જો કે, Xiaomi કંપની દ્વારા હજી સુધી આ સ્માર્ટફોનની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ લીક્સ દર્શાવે છે કે Xiaomi 18 Pro Max ની સાથે Xiaomi 18 અને Xiaomi 18 Pro પણ આ જ વર્ષના અંતમાં બજારમાં આવી શકે છે.
