XECH's BlendXL: Duoનવીન પોર્ટેબલ હોમ એપ્લાયન્સિસ અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સના અગ્રણી ઉત્પાદક XECH Technologiesએ નવું XECH BlendXL Duo લોન્ચ કર્યું છે. આ USB-C રિચાર્જેબલ, બે જાર ધરાવતું પોર્ટેબલ બ્લેન્ડર છે, જે સ્મૂધી, પ્રોટીન શેક, આઇસ્ડ કોફી, ફ્રૂટ ડ્રિંક્સ અને બરફવાળા પીણાં તૈયાર કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
આ બ્લેન્ડર વ્યક્તિગત ઉપયોગ તેમજ વધુ માત્રામાં પીણાં તૈયાર કરવા માટે અનુકૂળ છે. તેમાં 1300mlની મહત્તમ ક્ષમતા ધરાવતો મોટો જાર અને 500mlનો પર્સનલ જાર આપવામાં આવ્યો છે, જેથી ગ્રાહકો પોતાની જરૂરિયાત મુજબ એક વ્યક્તિ માટે અથવા વધુ લોકો માટે પીણાં તૈયાર કરી શકે છે. BlendXL Duo વ્હાઇટ વેરિઅન્ટ રૂપિયા 2,999 અને ક્રોમ લક્સ એડિશન રૂપિયા 3,499માં ઉપલબ્ધ છે.
XECH Technologiesના સ્થાપક અને CEO પ્રણય પંજાબીએ જણાવ્યું હતું કે BlendXL Duo પાછળ અમારો એક સરળ પરંતુ મહત્વાકાંક્ષી ઉદ્દેશ હતો. પોર્ટેબલ બ્લેન્ડર શું કરી શકે તેની વ્યાખ્યા બદલવી. બે વર્ષ સુધી ડિઝાઇનમાં સુધારા અને એન્જિનિયરિંગ પર કામ કર્યા બાદ અમે એ જ મોટર બેઝ જાળવી રાખીને જારની ક્ષમતા 500mlથી વધારીને 1300ml કરી છે, એટલે કે 2.6X ક્ષમતા પ્રાપ્ત કરી છે.
XECH Technologiesના હેડ – ઈ-કોમર્સ, માર્કેટિંગ એન્ડ બ્રાન્ડ નિરંજન શેંડગેએ જણાવ્યું હતું કે,અત્યાર સુધી પોર્ટેબલ બ્લેન્ડર મુખ્યત્વે વ્યક્તિગત ઉપયોગને ધ્યાનમાં રાખીને બનાવવામાં અને માર્કેટ કરવામાં આવતા હતા. BlendXL Duo સાથે અમે પોર્ટેબિલિટી જાળવી રાખીને આ કેટેગરીને વ્યક્તિગત બ્લેન્ડિંગથી આગળ વધારી વ્યક્તિગત તેમજ એકથી વધુ લોકો માટેના બ્લેન્ડિંગ સુધી વિસ્તારી રહ્યા છીએ.
BlendXL Duoમાં બિલ્ટ-ઇન સેફ્ટી મિકેનિઝમ આપવામાં આવ્યું છે, જે જાર યોગ્ય રીતે ફિટ અને લોક થયેલો હોય ત્યારે જ બ્લેન્ડરને કાર્યરત થવા દે છે. જાર યોગ્ય રીતે ફિટ થયો હોવાની પુષ્ટિ લીલી ઇન્ડિકેટર લાઇટ દ્વારા થાય છે. અલગ કરી શકાય તેવા BPA-મુક્ત જાર વધુ મજબૂતી અને ટકાઉપણું માટે ઉચ્ચ ઘનતા ધરાવતા મજબૂત મટિરિયલમાંથી બનાવવામાં આવ્યા છે અને ઉપયોગ બાદ સરળતાથી સાફ કરી શકાય છે.
