Vivoના ત્રણ નવા 5G સ્માર્ટફોન આજે લોન્ચ થશે, પ્રીમિયમ ફોલ્ડેબલ X Fold 6 પણ લાઇનઅપમાં

Vivo આજે ભારતમાં Vivo X Fold 6, Vivo V80 અને Vivo S2 FE લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ સ્માર્ટફોનમાં 200MP કેમેરા, 10,000mAh સુધીની બેટરી અને 8.02 ઇંચની ફોલ્ડેબલ ડિસ્પ્લે જેવી પ્રીમિયમ સુવિધાઓ મળી શકે છે.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Tue, 06 Oct 2026 08:26 AM (IST)Updated: Tue, 06 Oct 2026 08:26 AM (IST)
vivo-x-fold-6-vivo-v80-vivo-s2-fe-5g-smartphones-launch-in-india-october-2026

Vivo 5G Phone: સ્માર્ટફોન પ્રેમીઓ માટે આજે મોટો દિવસ છે. Vivo 6 ઓક્ટોબરે ભારતીય બજારમાં એકસાથે ત્રણ નવા 5G સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહ્યું છે. કંપની Vivo V80, Vivo S2 FE અને તેના પ્રીમિયમ ફોલ્ડેબલ સ્માર્ટફોન Vivo X Fold 6ને રજૂ કરશે. લોન્ચ પહેલા જ આ ત્રણેય ડિવાઇસના ફીચર્સ અને સંભવિત કિંમતો અંગે ઘણી વિગતો સામે આવી ચૂકી છે.

Vivo X Fold 6માં મળશે પ્રીમિયમ ફોલ્ડેબલ અનુભવ

Vivo X Fold 6 કંપનીનો સૌથી પ્રીમિયમ સ્માર્ટફોન માનવામાં આવી રહ્યો છે. તેમાં 8.02 ઇંચની AMOLED ઇનર ડિસ્પ્લે મળી શકે છે, જે 5,000 નિટ્સ સુધીની પીક બ્રાઇટનેસ સપોર્ટ કરશે. પરફોર્મન્સ માટે તેમાં MediaTek Dimensity 9500 Super Edition પ્રોસેસર આપવામાં આવી શકે છે.

ફોટોગ્રાફી માટે ફોનમાં 200MPનો મુખ્ય કેમેરા, 50MP પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા અને 50MP અલ્ટ્રાવાઇડ કેમેરા મળી શકે છે. સેલ્ફી માટે 20MPનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવી શકે છે. ફોનમાં 6,900mAh બેટરી અને 80W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળવાની શક્યતા છે.

Vivo V80માં મળશે ZEISS કેમેરા સિસ્ટમ

Vivo V80ને કંપની પ્રીમિયમ કેમેરા ફોન તરીકે રજૂ કરી શકે છે. તેમાં 6.59 ઇંચની 1.5K OLED ડિસ્પ્લે મળી શકે છે, જે 144Hz રિફ્રેશ રેટ અને 5,000 નિટ્સ સુધીની લોકલ પીક બ્રાઇટનેસ સપોર્ટ કરશે. ફોનમાં ZEISS સાથે ટ્યુન કરાયેલ કેમેરા સિસ્ટમ મળી શકે છે. તેમાં 50MPનો મુખ્ય કેમેરો, 50MP નાઇટ ટેલિફોટો કેમેરો અને 50MP ગ્રુપ સેલ્ફી કેમેરો આપવામાં આવી શકે છે. ડિવાઇસમાં 7,200mAh બેટરી અને 90W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળવાની ચર્ચા છે.

રિપોર્ટ્સ અનુસાર Vivo V80ની શરૂઆતની કિંમત આશરે ₹63,000 હોઈ શકે છે. જ્યારે તેના હાઈ-એન્ડ વેરિઅન્ટની કિંમત ₹80,000 સુધી પહોંચી શકે છે.

Vivo S2 FEમાં મળી શકે 10,000mAh બેટરી

Vivo S2 FEમાં 6.83 ઇંચની 1.5K AMOLED ડિસ્પ્લે મળી શકે છે. આ સ્ક્રીન 120Hz રિફ્રેશ રેટ અને 2,000 નિટ્સ સુધીની બ્રાઇટનેસ સપોર્ટ કરી શકે છે. પરફોર્મન્સ માટે ફોનમાં MediaTek Dimensity 7300e પ્રોસેસર આપવામાં આવી શકે છે. કેમેરા વિભાગમાં 50MPનો મુખ્ય કેમેરો અને 2MPનો સેકન્ડરી સેન્સર મળી શકે છે. સેલ્ફી માટે 32MPનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવી શકે છે. આ ફોનની સૌથી મોટી ખાસિયત તેની 10,000mAhની વિશાળ બેટરી હોઈ શકે છે, જે લાંબા સમય સુધી બેકઅપ આપવાની ક્ષમતા ધરાવશે.

આજે ખુલશે તમામ વિગતો

જોકે Vivoએ હજુ સુધી ભારતીય બજારમાં આ ત્રણેય સ્માર્ટફોનની સત્તાવાર કિંમતો જાહેર કરી નથી, પરંતુ લોન્ચ ઇવેન્ટ દરમિયાન તમામ સ્પેસિફિકેશન્સ, ઉપલબ્ધતા અને કિંમત અંગેની માહિતી સામે આવશે. ખાસ કરીને Vivo X Fold 6 પર સૌની નજર રહેશે, કારણ કે તે કંપનીનો સૌથી પ્રીમિયમ ફોલ્ડેબલ સ્માર્ટફોન છે.