Vivo V80 FE:Vivo V80 ટૂંક સમયમાં V80 વૈશ્વિક બજારોમાં લોંચ કરવામાં હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કંપની ભારતમાં આ અંગે કોઈ ખાસ જાહેરાત કરી નથી. આ સંજોગોમાં હેંડસેટને લગતા સર્ટીફિકેશન સાઈટ્સ પર તેને જોઈ શકાય છે.અલબત Vivo V80 FE દ્વારા ટૂંક સમયમાં ભારતમાં Red અને Green રંગમાં એક્સક્લુઝીવ રીતે રજૂ કરી શકે છે. પસંદગીના બજારોમાં પણ અન્ય ખાસ રંગમાં રજૂ કરવામાં આવી શકે છે. કંપની યુઝર્સને કલરને લઈ વિવિધ પ્રકારના વિકલ્પો પૂરા પાડી શકે છે.
Vivo V80 FE લોંચમાં 6.59 ઈંચ અમોલ્ડ ડિસ્પ્લે
આ પણ વાંચો
પોતાના ગ્લોબલ લિસ્ટીંગના આધાર પર જોઈએ તો Vivo V80 FE લોંચમાં 6.59 ઈંચ અમોલ્ડ ડિસ્પ્લે રજૂ કરી શકે છે. આ હેન્ડસેટમાં MediaTek Dimensity 7400 ટબ્રો ચિપસેટ ઉપરાંત 8GB RAM ઉપરાંત 256 જીબી સુધીની સ્ટોરેજ કેપેસિટી રજૂ કરી શકે છે.
Vivo V80 FEમાં ટ્રિપલ 50-મેગાપિક્સલ કેમેરા સેટઅપ
ફોટોગ્રાફી માટે Vivo V80 FEમાં ટ્રિપલ 50-મેગાપિક્સલ કેમેરા સેટઅપ પણ મળી શકે છે, જેમાં OIS સાથે 5 મેગાપિક્સલ બ્રાન્ડેડ સેન્સર, અલ્ટ્રા વાઈડ એંગલ સેન્સર પણ સામેલ છે. આ સેટમાં 90W ફાસ્ટ ચાર્જીંગ સાથે 7000 mAH બેટરી પણ મળે છે, જે મોબાઈલને લાંબા સમય સુધી ચાલુ રાખવામાં મદદરૂપ બને છે. તેમાં IP68+ IP69 રેટેડ બિલ્ડ, એક વેપર ચેમ્બર કૂલિંગ સિસ્ટમ અને એક ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ મળે છે. આ ઉપરાંત ફોટોગ્રાફી માટે પણ આ ફોન ખૂબ જ શાનદાર છે. તેમાં ઓપ્ટિકલ ઈમેજ ઉપરાંત ખાસ સ્ક્રીનની સ્થિતિ જોવા મળે છે. તેમાં ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિંટ સેન્સર પણ ઉપલબ્ધ બને છે.મીડિયાટેક ડાઈમેન્શીટી પણ આ મોબાઈલના ખાસ ફિચર્સમાં વિશેષ સ્થાન ધરાવે છે.
