વિદેશ યાત્રામાં મોંઘા રોમિંગ પેકમાંથી મુક્તિ: ભારતમાંથી ઈન્ટરનેશનલ ટ્રાવેલ માટે શ્રેષ્ઠ eSIM એપ્સ

વિદેશ પ્રવાસ દરમિયાન ઇન્ટરનેશનલ રોમિંગ કે એરપોર્ટના મોંઘા સિમકાર્ડની જરૂર નથી. Airalo, Holafly, Saily અને Nomad જેવા શ્રેષ્ઠ eSIM એપ્સ વિશે જાણો અને તમારું બજેટ બચાવો.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sun, 08 Nov 2026 07:48 PM (IST)Updated: Sun, 08 Nov 2026 07:48 PM (IST)
top-travel-esim-apps-for-international-trips-from-india

Best Travel eSIM Apps: જો તમે ટૂંક સમયમાં વિદેશ પ્રવાસની યોજના બનાવી રહ્યા છો, તો એરપોર્ટ પર ઉતરીને સ્થાનિક (Local) સિમકાર્ડ ખરીદવાની ઝંઝટ કે તમારી ટેલિકોમ કંપનીના મોંઘા ઇન્ટરનેશનલ રોમિંગ (IR) પેક્સ ખરીદવાની હવે કોઈ જરૂર નથી. આજકાલ ડિજિટલ ટ્રાવેલર્સ માટે Travel eSIM એક શ્રેષ્ઠ, અત્યંત સસ્તો અને અનુકૂળ વિકલ્પ બનીને ઊભર્યો છે.

આજે 200થી વધુ દેશોમાં કનેક્ટિવિટી આપતી શ્રેષ્ઠ ટ્રાવેલ eSIM એપ્સ ઉપલબ્ધ છે. જો તમારે વિદેશમાં માત્ર ઇન્ટરનેટ/ડેટાની જ જરૂર હોય અને કોલિંગ કે SMS ના કરવા હોય, તો આ વિકલ્પ તમારા હજારો રૂપિયા બચાવી શકે છે.

ટ્રાવેલ eSIM એપ પસંદ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું?

નેટવર્ક કવરેજ (Network Coverage): તમે જે દેશમાં જઈ રહ્યા છો તે દેશમાં સંબંધિત એપ સેવા આપે છે કે નહીં તે અગાઉથી ચેક કરો.

ડેટા પ્લાન્સની સરખામણી (Data Plan Comparison): તમારી જરૂરિયાત મુજબ અનલિમિટેડ ડેટા કે ફિક્સ લિમિટેડ ડેટા પેક્સ ઓફર કરતી એપ્સ સરખાવો.

છુપા ચાર્જ (Hidden Charges): ખરીદી કરતા પહેલા ટર્મ્સ અને કંડિશન્સ વાંચી લેવી જેથી પાછળથી કોઈ હિડન ફી કે વધારાનો ચાર્જ ન ચૂકવવો પડે.

4G LTE / 5G સ્પીડ: eSIM પ્લેટફોર્મના સ્થાનિક પાર્ટનર નેટવર્ક કયા છે અને ત્યાં કેવી ડાઉનલોડ સ્પીડ મળે છે તે તપાસો.

હોટસ્પોટ શેરિંગ (Hotspot/Tethering): જો તમારે લેપટોપ કે બીજા ડિવાઇસમાં ઇન્ટરનેટ વાપરવું હોય, તો એપ હોટસ્પોટ ડેટા શેરિંગ એલોવ (Allow) કરે છે કે નહીં તે ખાસ ચકાસો.

eSIM એપ્સ vs ઇન્ટરનેશનલ રોમિંગ: કયું વધારે બહેતર?

સુવિધા (Convenience): ઇન્ટરનેશનલ રોમિંગમાં તમારે નવો સિમ એક્ટિવેટ કરવાની જરૂર પડતી નથી, તમારા હાલના સિમ પર જ સર્વિસ ચાલુ થઈ જાય છે.

ખર્ચ (Cost Factor): ટ્રાવેલ eSIM એપ્સના પ્લાન્સ ટેલિકોમ પ્રોવાઇડર્સ (Jio, Airtel વગેરે) ૉના રોમિંગ પ્લાન્સ કરતા ઘણા સસ્તા અને ફ્લેક્સિબલ હોય છે.

ડેટા-ઓન્લી જરૂરિયાત: જો તમને ફોન કોલ્સ કે મેસેજિંગની જરૂર ન હોય અને માત્ર વોટ્સએપ, મેપ્સ અને ઈન્ટરનેટ જ વાપરવું હોય, તો eSIM એપ્સ સૌથી શ્રેષ્ઠ પસંદગી છે.

ભારતમાંથી વિદેશ પ્રવાસ માટે 5 શ્રેષ્ઠ Travel eSIM Apps

Airalo

વિશેષતા: 200થી વધુ દેશો અને પ્રદેશોમાં કવરેજ પૂરું પાડે છે.

પ્લાન્સ: અનલિમિટેડ 5G ડેટા પેક્સ સહિત સ્થાનિક અને પ્રાદેશિક (Regional) પ્લાન્સ ઉપલબ્ધ છે.

પ્લેટફોર્મ: iOS App Store અને Google Play Store બંને પર સરળતાથી ઉપલબ્ધ.

Holafly

વિશેષતા: 160થી વધુ ડેસ્ટિનેશન્સ માટે કનેક્ટિવિટી.

પ્લાન્સ: પ્રવાસીઓ માટે ખાસ અનલિમિટેડ ડેટા પ્લાન્સ માટે જાણીતું છે.

ઉપયોગિતા: જેમને ડેટા સમાપ્ત થવાની ચિંતા વગર સળંગ ઇન્ટરનેટ વાપરવું હોય તેમના માટે ઉત્તમ.

Nomad eSIM

વિશેષતા: 200થી વધુ ગ્લોબલ ડેસ્ટિનેશન્સ કવર કરે છે.

પ્લાન્સ: યુઝર પોતાની જરૂરિયાત મુજબ ફિક્સ પ્રીપેડ ડેટા અથવા અનલિમિટેડ પ્લાન્સમાંથી પસંદગી કરી શકે છે.

Saily

વિશેષતા: આ એપમાં ઇન-બિલ્ટ એડ-બ્લોકર (Ad-blocker) ફીચર મળે છે.

ફાયદો: એડ-બ્લોકરને કારણે વિદેશ યાત્રા દરમિયાન બિનજરૂરી જાહેરાતો બ્લોક થાય છે અને આશરે 28.6% સુધી ડેટાની બચત થાય છે.

Ubigi

વિશેષતા: ફ્રાન્સ, યુએસએ, જાપાન, સાઉથ કોરિયા, થાઇલેન્ડ, યુકે અને વિયેટનામ જેવા 200થી વધુ દેશોમાં કવરેજ.

પ્લાન્સ: ડેટા સિવાય કેટલાક દેશો માટે કોલિંગ અને ટેક્સ્ટિંગ પ્લાન્સ પણ ઓફર કરે છે.