Android Hidden Settings: શું તમારા સ્માર્ટફોનને વારંવાર ચાર્જિંગ કરવાની જરૂર પડે છે, શું ઈન્ટરનેટ ડેટા પણ થોડા કલાકોમાં જ પતી જાય છે? જો હાં, તો તમને જાણીને નવાઈ લાગશે કે, તેની પાછળ સૌથી મોટો હાથ તમારા મોબાઈલમાં રહેલ ગૂગલ એપ્લિકેશનનો હોઈ શકે છે. જેના માટે તમારા ફોનમાં રહેલ હિડન સેટિંગ ફોલો કરશો તો તમારા મોબાઈલનો ડેટા તો બચશે અને આ સાથે જ બેટરી પણ લાંબા સમય સુધી ચાલશે.
આજકાલ લગભગ દરેક એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં કેટલાક એવા સેટિંગ્સ પહેલાથી જ એક્ટિવ હોય છે. આવા સેટિંગ્સ આપણને ખ્યાલ પણ ના હોય તે રીતે ડેટા અને બેટરી બન્નેને ઝડપથી વપરાય છે.
જો કે સારી વાત એ છે કે, આ સેટિંગ્સને ઑફ કરવું એકદમ સરળ છે, પરંતુ તેના વિશે ખૂબ ઓછા લોકો જાણતા હશે. જો એકવાર આ સેટિંગ્સ કરી દેવામાં આવે, તો તમારો ઈન્ટરનેટ ડેટા અને બેટરી બન્નેની બચત થશે.
કેવી રીતે સેટિંગ્સ કરવું?
- આ માટે તમારા સ્માર્ટફોનના Settingsમાં જાવ.
- અહીં નીચે સ્ક્રોલ કરીને Google પર ક્લિક કરો
- જે બાદ ઓલ સર્વિસીસ (All Services) પર ટેપ કરો
- અહીં આપેલ પર્સનલાઈઝેશન યુઝિંગ શેરિંગ ડેટા (Personalization using shared data) પર ક્લિક કરો
- હવે સ્ક્રિન પર જે ઑપ્શન દેખાય, જેમ કે MAP, Gmail વગેરે ટર્ન ઑફ કરી દો.
- આ તો એક સેટિંગ થયું. હવે બીજા માટે બેક Google Settingમાં જાવ
- અહીં Usage And Diagnostics ઑપ્શન દેખાય તેને પણ ઑફ કરી દો
બસ આટલું સેટિંગ્સ કરવાથી Google તમારા ડેટા થર્ડ પાર્ટી એપ્લિકેશનને આપતા બંધ કરી દેશે. આટલું જ નહીં, પોતાની એપ્લિકેશન જેવી કે Gmail અને Google Maps ને પણ ડેટા શેર થવાનું બંધ થઈ જશે. જેના પરિણામે બેકગ્રાઉન્ડમાં ચાલતી એપ્લિકેશન્સ બંધ થઈ જશે અને તમારી બેટરી તથા ડેટાની ખૂબ જ બચત થશે.
આ સિવાય પણ થર્ડ પાર્ટી એપ્સને બને તેટલું લિમિટ એક્સેસ આપો. ખાસ કરીને સોશિયલ મીડિયા એપ્લિકેશન. ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવી એપ્સને તમારી એક્ટિવિટી ટ્રેક કરતાં રોકવા માટે એપ પરમિશન અને બેકગ્રાઉન્ડ ડેટા એક્સેસને કંટ્રોલ કરો.આમ કરવાથી તમારા પર્સનલ ડેટા ખૂબ જ ઓછી એપ્સ સુધી પહોંચવાથી બિનજરૂરી એડ્સ પણ દેખાતી બંધ થઈ જશે.
ફોટોમાં સરળ રીતે સમજો...
સૌથી પહેલા તમારે ફોનના સેટિંગમાં જવાનું છે. અહીં તમને ગુગલ (Google) જોવા મળશે.
અહીં તમારે ઓલ સર્વિસિસ (All Services) માં જવાનું છે.
થોડા નીચે જશો તો ત્યાં પર્સનલાઈઝ યુઝિંગ શેર્ડ ડેટા (personalise using shared data) દેખાશે. તેના પર જાઓ.
અહીં તમને ઘણી બધી વસ્તુઓ ડેટા ઓન હશે તે બંધ કરી દેવાનું છે.
આ કર્યા પછી બેક આવીને Usag and dignostics પર જાઓ. અને તેને પણ બંધ કરી દો.
આ કર્યા પછી બેક આવીને Usag and dignostics પર જાઓ. અને તેને પણ બંધ કરી દો.
આનાથી ગુગલ તમારા ડેટાને થર્ડ પાર્ટીને આપતું બંધ થઈ જશે. સાથે બીજી એપ પર પણ ડેટા શેર થવાનું બંધ થઈ જશે.
આટલું કરવાથી તમારી બેટરી અને ઈન્ટરનેટ બચશે.
