Weight Loss Drink: જીમ ગયા વિના ઘટી જશે બેલી ફેટ, બસ સવારે આ એક મેજિકલ ડ્રિંક પીવો; પેટની ચરબી બરફની માફક પીગળવા માંડશે

આ ડ્રિંકને બનાવીને લાંબો સમય સુધી રાખી ન મૂકવું. દિવસમાં 1-2 ચમચીથી વધુ ચિયા સીડ્સ ન લેવા અને હંમેશા પલાળીને જ વાપરવા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 26 Apr 2026 09:27 PM (IST)Updated: Sun, 26 Apr 2026 09:27 PM (IST)
fitness-tips-in-gujarati-sabja-seeds-drink-for-weight-loss-and-digestion
HIGHLIGHTS
  • ચિયા પાણી શોષીને ફૂલે છે, જેનાથી પેટ ભરેલું લાગે છે

Weight Loss Drink: પેટની ચરબી માત્ર આપણો દેખાવ જ નથી બગાડતી, પરંતુ તે અનેક ગંભીર રોગોને પણ આમંત્રણ પણ આપે છે. મહિલાઓ અવારનવાર પેટની ફાંદ ઘટાડવા માટે કુદરતી અને સરળ ઉપાયો શોધતી હોય છે.

તેમની સમસ્યાને ધ્યાનમાં રાખીને સર્ટિફાઇડ ન્યુટ્રિશનિસ્ટ રાજમણી પટેલ એક ખાસ ડ્રિંક વિશે જણાવ્યું છે, જે ચિયા સીડ્સમાંથી બનાવવામાં આવે છે. જો તેનું યોગ્ય માત્રામાં સેવન કરવામાં આવે, તો તે વજન ઘટાડવા અને પાચન સુધારવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે.

જરૂરી સામગ્રી

  • ચિયા સીડ્સ: 1 ચમચી (આશરે 5 ગ્રામ)
  • પાણી: 1 ગ્લાસ (200-250 મિલી)
  • લીંબુનો રસ: 1 ચમચી
  • મધ: 1/2 ચમચી (વૈકલ્પિક)

ડ્રિંક બનાવવાની રીત Weight Loss Drink

  • સૌ પ્રથમ 1 ચમચી ચિયા સીડ્સ લો.
  • તેને અડધા કપ પાણીમાં 10-15 મિનિટ માટે પલાળી રાખો.
  • થોડી વારમાં તે ફૂલી જશે અને જેલ જેવું પડ બની જશે.
  • હવે તેમાં બાકીનું પાણી, લીંબુનો રસ અને મધ ઉમેરો.
  • બધું બરાબર મિક્સ કરીને તરત જ પી લો.

જો કે એકવાતનું ધ્યાન રાખજો કે, આ ડ્રિંકને બનાવીને લાંબો સમય સુધી રાખી ન મૂકવું. દિવસમાં 1-2 ચમચીથી વધુ ચિયા સીડ્સ ન લેવા અને હંમેશા પલાળીને જ વાપરવા.

પીવાનો યોગ્ય સમય

પેટની ચરબી ઘટાડવા માટે: સવારે ખાલી પેટે લો.

ભૂખ પર નિયંત્રણ લાવવા માટે: જમવાના 30 મિનિટ પહેલા પીવો જેથી ઓવરઈટિંગ ટાળી શકાય.

આ ડ્રિંક કેવી રીતે કામ કરે છે? Belly Fat Loss Drink

  • હાઈ ફાઈબર: ચિયા પાણી શોષીને ફૂલે છે, જેનાથી પેટ ભરેલું લાગે છે.
  • ધીમું પાચન: તેનાથી જલ્દી ભૂખ લાગતી નથી અને ખાવાની ઈચ્છા (Cravings) ઓછી થાય છે.
  • શુગર કંટ્રોલ: બ્લડ શુગર અચાનક વધતું નથી, જેના કારણે શરીરમાં ચરબી ઓછી જમા થાય છે.
  • કૂલિંગ ઈફેક્ટ: તે શરીરની ગરમી અને સોજા ઘટાડે છે.
  • મેટાબોલિઝમ: તે કેલરી ઓછી કરવામાં અને મેટાબોલિઝમ સુધારવામાં મદદ કરે છે.

આ ડ્રિંકના ફાયદા

  • પેટની ચરબી (Belly Fat) ઘટાડે છે.
  • ભૂખ અને ઇમોશનલ ઇટિંગ પર નિયંત્રણ લાવે છે.
  • પાચન સુધારે છે અને ગેસ-બ્લોટિંગની સમસ્યા ઘટાડે છે.
  • શરીરને હાઇડ્રેટેડ અને ઠંડુ રાખે છે.
  • બોડી ડિટોક્સ કરવામાં મદદરૂપ છે અને ત્વચામાં નિખાર લાવે છે.

સાવચેતી અને નુકસાન

સાવધ રહો: ક્યારેય પણ સૂકા બીજ ન ખાવા, તે ગળામાં ફસાઈ શકે છે.

વધુ પડતો ઉપયોગ: વધારે સેવનથી ગેસ, પેટમાં ભારેપણું કે ઝાડા જેવી સમસ્યા થઈ શકે છે.

કોણે ન લેવું: લો બ્લડ પ્રેશર (Low BP) અથવા પાચનની ગંભીર બીમારી ધરાવતા લોકોએ આનાથી બચવું જોઈએ. ગર્ભાવસ્થા (Pregnancy) દરમિયાન ડોક્ટરની સલાહ લીધા વિના તેનું સેવન ન કરવું.