Save Electricity Bill: શું ગરમીમાં વધારે લાઈટ બિલે બજેટ ખોરવી નાંખ્યું? ચિંતા છોડો આ આસાન ટિપ્સ તમારા પૈસા બચાવશે

મોબાઈલ ચાર્જર, લેપટોપ ચાર્જર, RO પ્લાન્ટ, માઈક્રોવેવ, વૉશિંગ મશીન જેવા ઉપકરણોનો ઉપયોગ પતે, તે સાથે જ તેનો પ્લગ શૉકેટમાંથી બહાર નીકાળી દો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 24 May 2026 04:15 PM (IST)Updated: Sun, 24 May 2026 04:17 PM (IST)
slaying-the-vampire-load-easy-ways-to-save-on-your-electricity-bill
AI Image
HIGHLIGHTS
  • ઘરમાં અનેક એવા ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણો છે, જે બંધ હોવા છતાં પાવર કન્ઝ્યૂમ કરે છે

Save Electricity Bill: ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઉનાળાનો આકરો મિજાજ જોવા મળી રહ્યો છે. કાળઝાળ ગરમી અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આપણે સૌ જાણીએ જ છીએ કે, ચામડી દઝાડતી ગરમીથી રાહત મેળવવા માટે લોકો આખો દિવસ પોતાના ઘરમાં AC, પંખા અને કૂલર ચાલુ રાખવા માંડ્યા છે, જેના પરિણામે લાઈટનું બિલ પણ વધારે આવતું હોય છે.

જો તમને પણ લાઈટ બિલ વધારે આવવાની ચિંતા સતાવી રહી હોય અને એમ માનતા હોવ, કે વધારે લાઈટ બિલ આખા મહિનાનું બજેટ ખોરવી નાંખશે, તો ચિંતા છોડી દેજો. આજે અમે આપને કેટલાક એવા સરળ ઉપાયો વિશે જણાવીશું, જેનાથી તમે તમારું લાઈટ બિલ વધારે આવતું બચાવી શકો છો.

મેઈન સ્વિચ બંધ કરવાનું ના ભૂલશો

લાઈટ બિલ વધારે ના આવે, તે માટે તમારે વધારે કશું કરવાની જરૂર નથી. તમારા ઘરમાં અનેક એવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો છે, જે બંધ હોવા છતાં પણ પાવર કન્ઝ્યૂમ કરે છે.

આપણામાંથી ખૂબ જ ઓછા લોકો વેમ્પાયર લૉડ વિશે જાણતા હશે. હકીકતમાં જ્યારે કોઈ ઉપકરણ જેમ કે AC, TV વગેરેને રિમોટ કે પાવર બટનથી બંધ કરીએ છીએ અને પછી એવું માનીએ છીએ કે, હવે પાવર નહી વપરાય. જો કે રિમોટથી બંધ કરવાથી આવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો સ્ટેન્ડબાય મોડમાં ચાલું રહે છે. આથી આવા ઈલેક્ટ્રોનિક ઉપકરણોને માત્ર રિમોટથી બંધ કરીને સંતોષ ના માનશો, પરંતુ ઉપયોગ પુરો થતાં દીવાલ પર રહેલ મેઈન સ્વિચને બંધ કરવાનું ના ભૂલશો.

પ્લગને અનપ્લગ કરવાનું ના ભૂલશો

આટલું જ નહીં, મોબાઈલ ચાર્જર, લેપટોપ ચાર્જર, RO પ્લાન્ટ, માઈક્રોવેવ, વૉશિંગ મશીન જેવા ઉપકરણોનો ઉપયોગ પતે, તે સાથે જ તેનો પ્લગ શૉકેટમાંથી બહાર નીકાળી દો. આમ કરવાથી પણ લાઈટનું બિલ મહદઅંશે ઘટી જશે.

પાવર સ્ટ્રિપ્સનો ઉપયોગ કરો

એક સાથે અનેક ઉપકરણો જેમ કે કૉમ્પ્યુટર, પ્રિન્ટર, મૉનિટર વગેરેને જોડવા માટે ઑન-ઑફ સ્વિચ વાળી પાવર સ્ટ્રીપનો જ ઉપયોગ કરો. જેથી માત્ર એક જ સ્વિચ બંધ કરવાથી તમે તમામ ઉપકરણોનો પાવર સપ્લાટ કાપી શકો છો.

ફાઈવ સ્ટાર રેટિંગનું ખાસ ધ્યાન રાખો

ફ્રીઝ, AC, વૉશિંગ મશીન, ઘરઘંટી જેવા ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણો ખરીદતી વખતે તેના રેટિંગ્સને ખાસ ધ્યાનમાં લો. હંમેશા ફાઈવ સ્ટાર રેટિંગના લેવલ હોય, તેવી જ આઈટમ્સ ખરીદો, કારણ કે તે પાવર ઓછો વાપરે છે.