OPPO F35 Series:OPPOએ લોન્ચ કરી F35 Series; 8000mAh બેટરી અને 50MP અલ્ટ્રા-વાઇડ કેમેરા સાથે એન્ટ્રી, જાણો તેના ફીચર્સ

OPPO F35 Pro 5G માં OIS સાથેનો 50MP મુખ્ય કેમેરા અને 8MP અલ્ટ્રા-વાઇડ રિયર કેમેરા ઉપલબ્ધ છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 12 Oct 2026 09:53 PM (IST)Updated: Mon, 12 Oct 2026 09:53 PM (IST)
oppo-f35-series-launched-in-india-check-prices-specifications-and-festival-offers

OPPO F35 Series:ભારતમાં OPPOની લોકપ્રિય F સિરીઝના સફળતાપૂર્વક 10 વર્ષ પૂરા થવા પ્રસંગે બ્રાન્ડે તેની લેટેસ્ટ OPPO F35 સિરીઝ (જેમાં OPPO F35 Pro 5G અને OPPO F35 5G નો સમાવેશ થાય છે) ભારતીય બજારમાં લોન્ચ કરી છે. એક દાયકા અગાઉ પ્રથમ પેઢીના F1 સ્માર્ટફોન સાથે સેલ્ફી એક્સપર્ટ તરીકે શરૂઆત કરનાર F સિરીઝ હવે નવી પેઢીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ગ્રુપ સેલ્ફી એક્સપર્ટ માં પરિણમી છે. ભારતમાં અત્યાર સુધીમાં 3 કરોડ (30 મિલિયન્સ)થી પણ વધુ F સિરીઝ સ્માર્ટફોન્સનું સફળતાપૂર્વક વેચાણ નોંધાયું છે.

'ગ્રુપ સેલ્ફી એક્સપર્ટ' અને આધુનિક કેમેરા ફીચર્સ

આ લોન્ચિંગ પ્રસંગે OPPO India ના કોમ્યુનિકેશન્સ હેડ ગોલ્ડી પટનાઈકે જણાવ્યું હતું કે ગુજરાત તેના સમૃદ્ધ પારિવારિક મૂલ્યો, તહેવારો અને સાથે વિતાવેલી ક્ષણોની સંસ્કૃતિ સાથે આ ફોનની ભાવનાનું ઉત્તમ પ્રતિબિંબ પૂરું પાડે છે.

નવી F35 સિરીઝમાં 100 ફિલ્ડ ઓફ વ્યુ (FOV) ધરાવતો 50MP અલ્ટ્રા-વાઇડ નેચરલ સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે.આ કેમેરા 'AI ઓટો વાઇડ-એંગલ સ્વિચ' સાથે આવે છે, જે પરિવારના મેળાવડા, લગ્નપ્રસંગો કે તહેવારો દરમિયાન એક જ ફ્રેમમાં વધુ લોકોને સરળતાથી સમાવી લે છે.

 OPPO F35 Pro 5G માં OIS સાથેનો 50MP મુખ્ય કેમેરા અને 8MP અલ્ટ્રા-વાઇડ રિયર કેમેરા ઉપલબ્ધ છે. વીડિયો કન્ટેન્ટ ક્રિએટર્સ માટે આ ફોન ફ્રન્ટ અને રિયર બંને કેમેરા પર 4K વીડિયો રેકોર્ડિંગ, અલ્ટ્રા-સ્ટેડી મોડ, ડ્યુઅલ-વ્યૂ વીડિયો અને AI પોપઆઉટ જેવા આકર્ષક સર્જનાત્મક ટૂલ્સ પણ પ્રદાન કરે છે.

6 વર્ષ સુધી ટકે, 8000mAh બેટરી અને પરફોર્મન્સ

રોજિંદા ભારે ઉપયોગને પહોંચી વળવા OPPO F35 Pro અને F35 બંને મોડેલ્સમાં 8000mAh ની વિશાળ બેટરી અને 80W SUPERVOOC ફ્લેશ ચાર્જ આપવામાં આવ્યો છે. આ બેટરી 1,800 ચાર્જ સાયકલ પછી પણ પોતાની મૂળ ક્ષમતાના 80% કરતાં વધુ પાવર જાળવી રાખવા માટે ડિઝાઇન કરાઈ છે, જેથી તે 6 વર્ષ સુધી ઉત્કૃષ્ટ કાર્યક્ષમતા આપે છે.

ફોનને પાણી અને ધૂળથી સુરક્ષિત રાખવા માટે તેમાં IP69K, IP69, IP68 અને IP66 રેટિંગ તેમજ મિલિટરી-ગ્રેડ શોક રેસિસ્ટન્સ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન્સ ColorOS 16 પર ચાલે છે, જેમાં Trinity Engine અને વિવિધ AI-સંચાલિત સિક્યોરિટી અને પ્રોડક્ટિવિટી ફીચર્સ સમાવિષ્ટ છે.