Jio Offer: ટેલિકોમ ક્ષેત્રે સ્પર્ધા વધી રહી છે ત્યારે દેશની અગ્રણી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો (Reliance Jio) પોતાના કરોડો ગ્રાહકો માટે એક ધમાકેદાર અને ખાસ ઓફર લઈને આવી છે. કંપની પોતાના અમુક પસંદગીના રિચાર્જ પ્લાન્સ પર ગ્રાહકોને 'બાય વન ગેટ વન ફ્રી' (Buy 1 Get 1 Free) ઓફર આપી રહી છે.
એટલે કે, જો તમે આમાંથી કોઈ એક પ્લાન પસંદ કરો છો તો તમને એક મહિનાનું રિચાર્જ બિલકુલ મફત મળશે. જિયોની સાથે સાથે એરટેલે પણ પોતાના ગ્રાહકો માટે આ પ્રકારની ઓફર રજૂ કરી છે. પરંતુ જિયોની આ ઓફર દેશભરના તમામ ગ્રાહકો માટે ઉપલબ્ધ છે.
કયા પ્લાન્સ પર મળશે આ મફત ઓફર?
રિલાયન્સ જિઓ મુખ્યત્વે પોતાના બે લોકપ્રિય પ્લાન્સ પર આ ઓફર આપી રહી છે-
- રૂ. 299નો પ્લાન
- રૂ. 349નો પ્લાન
જો તમે આમાંથી કોઈ પણ પ્લાન રિચાર્જ કરો છો, તો તમને આગામી મહિનાનું રિચાર્જ મફતમાં મળશે. આ રિચાર્જ તમે MyJio એપ દ્વારા સરળતાથી કરી શકો છો.
Jioનો 299 Planનો ફાયદા
જિયોનો 299 રૂપિયાનો પ્લાન મધ્યમ ડેટા વપરાશકર્તાઓ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.
વેલિડિટી: 28 દિવસ
ડેટા: દરરોજ 1.5 GB હાઇ-સ્પીડ ડેટા
કોલિંગ: તમામ નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલિંગ
SMS: દરરોજ 100 ફ્રી SMS
વધારાના ફાયદા: આ પ્લાનમાં JioTV અને JioAICloudનું મફત સબ્સ્ક્રિપ્શન પણ મળે છે.
Jioનો 349 Planનો ફાયદા
વધુ ડેટા અને એન્ટરટેઇનમેન્ટ ઇચ્છતા ગ્રાહકો માટે 349 રૂપિયાનો પ્લાન શ્રેષ્ઠ છે.
વેલિડિટી: 28 દિવસ
ડેટા: દરરોજ 2 GB હાઇ-સ્પીડ ડેટા
કોલિંગ: અનલિમિટેડ વોઇસ કોલિંગ
SMS: દરરોજ 100 ફ્રી SMS
પ્રીમિયમ ફાયદા
- JioHotstarનું મોબાઈલ વર્ઝન સબ્સ્ક્રિપ્શન
- JioAICloudની 50GB સ્ટોરેજ
- Canva Pro Liteનું 12 મહિનાનું પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન
- JioTV અને JioAICloudની સર્વિસ
કંપનીઓને શું ફાયદો થશે?
નિષ્ણાતોના મતે, આ પ્રકારની આક્રમક 'ગેટ વન ફ્રી' ઓફર આપવાથી ટેલિકોમ કંપનીઓના એવરેજ રેવેન્યુ પર યુઝર (ARPU)માં મોટો વધારો જોવા મળી શકે છે. જોકે સ્પર્ધામાં ટકી રહેવા અને ગ્રાહકોને જાળવી રાખવા માટે જિઓ અને એરટેલ બંને આ પ્રકારના પ્લાન્સ રજૂ કરી રહ્યા છે.
જો તમે પણ રિચાર્જ કરાવવાનું વિચારી રહ્યા હોવ, તો MyJio એપ પર જઈને આ ઓફરનો લાભ લઈ શકો છો અને આગામી મહિના માટે ફ્રી રિચાર્જ મેળવી શકો છો.
