Jio ₹3599 Annual Plan: દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો (Reliance Jio) પોતાના કરોડો યુઝર્સ માટે અવારનવાર ધમાકેદાર રિચાર્જ પ્લાન્સ અને ઓફર્સ લાવતી રહે છે. જો તમે વારંવાર માસિક રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી મુક્તિ મેળવવા માંગતા હોવ અને અનલિમિટેડ ડેટા સાથે પ્રીમિયમ મનોરંજનના શોખીન હોવ, તો જિયોનો ₹3599 વાળો વાર્ષિક (Annual) પ્લાન તમારા માટે સર્વશ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. કંપની આ પ્લાનમાં વાર્ષિક વેલિડિટીની સાથે 120 GBનો વધારાનો બોનસ ડેટા અને અનેક મોંઘા OTT સબસ્ક્રિપ્શન તદ્દન મફત આપી રહી છે.
દરરોજ 2.5GB ડેટા અને 120 GB બોનસ ડેટાની ધમાકો
જિયોના ₹3599ના પ્લાનની વેલિડિટી પૂરા 365 દિવસ (1 વર્ષ)ની છે.
દૈનિક ડેટા: આ પ્લાનમાં યુઝર્સને રોજનો 2.5 GB high-speed ડેટા મળે છે. (એટલે કે વર્ષ દરમિયાન કુલ 912.5 GB ડેટા).
બોનસ ડેટા: કંપની આ પ્લાન સાથે 120 GB વધારાનો બોનસ ડેટા પણ ફ્રી આપી રહી છે, જે ડેટા લિમિટ પૂરી થયા બાદ ઉપયોગમાં લઈ શકાય છે.
અનલિમિટેડ 5G: જો તમારા વિસ્તારમાં Jio True 5G નેટવર્ક ઉપલબ્ધ છે અને તમારી પાસે 5G સ્માર્ટફોન છે, તો તમે આ પ્લાનમાં અનલિમિટેડ 5G ડેટાનો આનંદ માણી શકો છો.
અનલિમિટેડ કૉલિંગ અને SMS સુવિધા
આ વાર્ષિક પ્લાનમાં ગ્રાહકોને દેશભરમાં કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ વોઈસ કોલિંગ (Unlimited Voice Calling) ની સુવિધા મળે છે. આ ઉપરાંત દરરોજ 100 ફ્રી SMSની સુવિધા પણ આપવામાં આવે છે.
JioHotstar, JioTV Pro અને Google AI Proનું ફ્રી સબસ્ક્રિપ્શન
આ પ્લાનની સૌથી મોટી ખાસિયત તેમાં મળતા પ્રીમિયમ ડિજિટલ સબસ્ક્રિપ્શન છે કે-
JioHotstar & JioTV Pro: સ્પોર્ટ્સ, લાઈવ ટીવી શો અને મુવીઝના રસિયાઓ માટે આ પ્લાનમાં JioTV Pro અને JioHotstarનું એકસેસ મફત મળે છે.
Google One AI Premium/Pro: AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) ટેકનોલોજીનો ઉપયોગ કરતા યુઝર્સ માટે આ પ્લાન સાથે ગૂગલનું એડવાન્સ AI ફીચર અને ક્લાઉડ સ્ટોરેજ સબસ્ક્રિપ્શન પણ ઓફર કરવામાં આવી રહ્યું છે.
