iPhone 18 Proના આગમન સાથે iPhone 17 Pro સસ્તો, Croma પર મળી રહી છે ખાસ ઓફર

iPhone 18 Proના નવા લોન્ચ બાદ iPhone 17 Pro અને iPhone 17 Pro Max પર Cromaની ખાસ ઓફર મળી રહી છે. બેંક કેશબેક, એક્સચેન્જ અને બોનસથી ફોનની અસરકારક કિંમત કેટલી થશે, જાણો.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Mon, 14 Sep 2026 03:30 PM (IST)Updated: Mon, 14 Sep 2026 03:30 PM (IST)
iphone-17-pro-17-pro-max-croma-discount-offer-after-iphone-18-pro-launch

Croma iPhone offer: જો તમે મોંઘો iPhone ખરીદવાનું વિચારી રહ્યા છો, પરંતુ નવી જનરેશન માટે વધુ પૈસા ખર્ચવા નથી માંગતા, તો તમારા માટે સારા સમાચાર છે. iPhone 18 Pro સિરીઝના લોન્ચ બાદ અગાઉની જનરેશનના iPhone 17 Pro અને iPhone 17 Pro Max પર ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ ઓફર આપવામાં આવી રહી છે. Croma પર મળતી આ ઓફરમાં બેંક કેશબેક ઉપરાંત જૂના iPhoneની એક્સચેન્જ વેલ્યુ અને વધારાના એક્સચેન્જ બોનસનો લાભ લઈ શકાય છે.

iPhone 17 Pro પર મળશે કેટલો ફાયદો?

Cromaની ઓફર મુજબ iPhone 17 Proના 256GB મોડલની અસરકારક કિંમત ₹69,990 સુધી આવી શકે છે. જ્યારે તેના 512GB વેરિઅન્ટને ઓફરનો લાભ લીધા બાદ ₹88,490માં ખરીદી શકાય છે. જોકે, આ કિંમત સીધી મળતી ફ્લેટ ડિસ્કાઉન્ટ કિંમત નથી. આ અસરકારક કિંમત મેળવવા માટે બેંક કેશબેક, જૂના iPhoneનું એક્સચેન્જ અને એક્સચેન્જ બોનસનો લાભ લેવો પડશે.

પસંદગીના ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર ₹4,000 સુધીનું બેંક કેશબેક મળી શકે છે. આ ઉપરાંત iPhone 15 Pro એક્સચેન્જ કરવા પર તેની કિંમત ₹44,500 સુધી મળી શકે છે અને તેના પર ₹12,000 સુધીનો વધારાનો એક્સચેન્જ બોનસ પણ ઉપલબ્ધ છે. એટલે જૂનો iPhone ધરાવતા ગ્રાહકો માટે આ ડીલ વધુ ફાયદાકારક બની શકે છે.

iPhone 17 Pro Max પણ સસ્તો મળશે

iPhone 17 Pro Max ખરીદવા માંગતા ગ્રાહકો માટે પણ Croma પર ઓફર આપવામાં આવી રહી છે. ઓફર બાદ 256GB મોડલની અસરકારક કિંમત ₹74,990, જ્યારે 512GB મોડલની કિંમત ₹94,990 સુધી આવી શકે છે. iPhone 15 Pro Maxને એક્સચેન્જ કરવાથી ₹53,000 સુધીની એક્સચેન્જ વેલ્યુ મળી શકે છે. સાથે જ ₹12,000 સુધીનું એક્સચેન્જ બોનસ અને પસંદગીના કાર્ડ પર ₹4,000 સુધીનું બેંક કેશબેક મળવાની માહિતી આપવામાં આવી છે.

આ ઓફર 15 સપ્ટેમ્બરથી શરૂ થવાની છે. જોકે એક્સચેન્જની કિંમત ફોનની સ્થિતિ, મોડલ અને અન્ય પાત્રતા શરતો પ્રમાણે બદલાઈ શકે છે. તેથી ખરીદી કરતા પહેલાં Croma પર લાગુ શરતો અને તમારા ફોનની અંતિમ એક્સચેન્જ વેલ્યુ ચોક્કસપણે ચેક કરવી જરૂરી છે.