HONOR Magic9 Pro Max Launched: સ્માર્ટફોન માર્કેટમાં પોતાની કેમેરા ટેક્નોલોજી અને પ્રીમિયમ ફીચર્સ માટે જાણીતી HONORએ નવો ફ્લેગશિપ સ્માર્ટફોન HONOR Magic9 Pro Max લોન્ચ કર્યો છે. કંપનીએ Magic Seriesની 10મી વર્ષગાંઠ નિમિત્તે આ ફોનને મલેશિયાના માર્કેટમાં રજૂ કર્યો છે. આ ફોનની સૌથી ખાસ વાત તેમાં મળતા 200MPના બે રિયર કેમેરા અને 8000mAhની મોટી બેટરી છે. આ ઉપરાંત તેમાં લેટેસ્ટ Snapdragon પ્રોસેસર, 120Hz ડિસ્પ્લે અને ARRI સાથે મળીને તૈયાર કરાયેલી ખાસ કેમેરા ટેક્નોલોજી આપવામાં આવી છે. ચાલો જાણીએ આ નવા ફોનની કિંમત અને તમામ ખાસિયતો.
HONOR Magic9 Pro Maxમાં મળશે ખાસ ARRI કેમેરા સિસ્ટમ
HONOR Magic9 Pro Maxની સૌથી મોટી ખાસિયત તેની કેમેરા સિસ્ટમ છે. કંપનીએ પ્રખ્યાત સિનેમા ટેક્નોલોજી કંપની ARRI સાથે મળીને આ ફોનનું Cinematic Imaging System તૈયાર કર્યું છે. તેમાં ARRI LogC3 Curve, ARRI Wide Gamut 3 અને 10-bit કલર ડેપ્થનું સપોર્ટ મળે છે. આ ફીચર્સની મદદથી યુઝર્સ મોબાઇલમાં જ પ્રોફેશનલ સિનેમેટિક વીડિયો રેકોર્ડ કરી શકશે.
ફોનમાં 200MPનો પ્રાઇમરી કેમેરા આપવામાં આવ્યો છે, જે 1/1.28-ઇંચ સેન્સર અને OIS સપોર્ટ સાથે આવે છે. તેની સાથે 200MPનો પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા અને 50MPનો અલ્ટ્રા-વાઇડ કેમેરા મળે છે. જ્યારે સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફ્રન્ટમાં 55MPનો કેમેરા આપવામાં આવ્યો છે. તેમાં 4K 60fps સુધી વીડિયો રેકોર્ડિંગ અને ARRIના અલગ-અલગ કલર પ્રીસેટ્સનો સપોર્ટ પણ મળે છે.
-1795577238282.webp)
HONOR Magic9 Pro Maxના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ
ડિસ્પ્લેની વાત કરીએ તો HONOR Magic9 Pro Maxમાં 6.8-ઇંચની LTPO OLED ડિસ્પ્લે આપવામાં આવી છે. તેમાં 120Hz સુધીનો રિફ્રેશ રેટ અને 10,000 નિટ્સ સુધીની પીક બ્રાઇટનેસ મળે છે. આ ઉપરાંત સ્ક્રીન પર એન્ટી-રિફ્લેક્ટિવ ટેક્નોલોજી આપવામાં આવી છે, જે તડકામાં પણ ડિસ્પ્લે જોવામાં મદદરૂપ થઈ શકે છે.
પરફોર્મન્સ માટે ફોનમાં Qualcomm Snapdragon 8 Elite Extreme Gen 6 પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેની સાથે HONOR Imaging Chip H1 પણ મળે છે, જે કેમેરા અને ઇમેજ પ્રોસેસિંગને વધુ સારી બનાવવામાં મદદ કરે છે. ફોનમાં 24GB RAM (12GB ફિઝિકલ RAM અને 12GB HONOR Turbo RAM) સાથે 512GB ઇન્ટરનલ સ્ટોરેજ મળે છે.
બેટરીની વાત કરીએ તો તેમાં 8,000mAhની સિલિકોન-કાર્બન બેટરી આપવામાં આવી છે. તેને ચાર્જ કરવા માટે 100W વાયર્ડ અને 80W વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગનું સપોર્ટ મળે છે. સોફ્ટવેર માટે તેમાં Android 17 આધારિત MagicOS 11 આપવામાં આવ્યું છે. સાથે Google Gemini અને AI Button જેવા ફીચર્સ પણ મળે છે.
HONOR Magic9 Pro Maxની કિંમત અને કલર ઓપ્શન્સ
કિંમતની વાત કરીએ તો HONOR Magic9 Pro Maxને મલેશિયામાં RM5,999ની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો છે. ભારતીય ચલણ પ્રમાણે તેની કિંમત અંદાજે ₹1.35 લાખ થાય છે. આ ફોન 24GB RAM (12GB ફિઝિકલ + 12GB Turbo RAM) અને 512GB સ્ટોરેજના વેરિઅન્ટમાં રજૂ થયો છે.

કલર ઓપ્શન્સમાં ફોન Shadow Black, Glacier Silver અને Moss Green એમ ત્રણ આકર્ષક કલરમાં ઉપલબ્ધ થશે. કંપનીએ 24 નવેમ્બરથી 3 ડિસેમ્બર 2026 સુધી પ્રી-બુકિંગ શરૂ કર્યું છે. જ્યારે ફોનનું વેચાણ મલેશિયામાં 4 ડિસેમ્બર 2026થી શરૂ થશે. જોકે, ભારતમાં આ ફોન ક્યારે લોન્ચ થશે તે અંગે કંપનીએ હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.
