Honor Magic 9 Series: 55MP સ્ક્વેર સેલ્ફી કેમેરા સાથે આવશે 3 નવા ફોન, 8000mAh બેટરીથી મચાવશે ધૂમ

Honor Magic 9 Series 28 સપ્ટેમ્બરે ચીનમાં લોન્ચ થશે. 55MP સ્ક્વેર સેલ્ફી કેમેરા, ડ્યુઅલ 200MP કેમેરા, 8000mAh બેટરી અને Snapdragon 8 Elite Gen 6 પ્રોસેસર જેવા ફીચર્સ મળી શકે છે.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Mon, 14 Sep 2026 08:55 AM (IST)Updated: Mon, 14 Sep 2026 08:55 AM (IST)
honor-magic-9-series-55mp-square-selfie-camera-8000mah-battery-snapdragon-processor

Honor Magic 9 Series: સ્માર્ટફોન માર્કેટમાં Honor પોતાની નવી ફ્લેગશિપ Magic 9 Series રજૂ કરવાની તૈયારીમાં છે. કંપની આ સીરીઝને 28 સપ્ટેમ્બરે ચીનમાં લોન્ચ કરશે. આ સીરીઝમાં Honor Magic 9, Magic 9 Pro અને Magic 9 Pro Max એમ ત્રણ મોડલ જોવા મળી શકે છે. લોન્ચ પહેલાં સામે આવેલી માહિતી અનુસાર ફોનમાં કેમેરાથી લઈને બેટરી અને પરફોર્મન્સ સુધી અનેક મોટા અપગ્રેડ જોવા મળી શકે છે.

3 ફ્લેગશિપ મોડલ સાથે એન્ટ્રી કરશે Honor

Honor Magic 9 Seriesમાં ત્રણ નવા સ્માર્ટફોન સામેલ થઈ શકે છે. તેમાં સ્ટાન્ડર્ડ Magic 9 ઉપરાંત Magic 9 Pro અને Magic 9 Pro Max મોડલ હોવાની શક્યતા છે. કંપની આ ફોનને ફ્લેગશિપ સેગમેન્ટમાં રજૂ કરશે. ખાસ કરીને કેમેરા અને પરફોર્મન્સને ધ્યાનમાં રાખીને આ સીરીઝમાં ઘણા નવા ફીચર્સ આપવામાં આવી શકે છે.

ડ્યુઅલ 200MP કેમેરા બનશે સૌથી મોટું આકર્ષણ

Magic 9 Seriesમાં કેમેરા સેટઅપને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટ્સ અનુસાર ફોનના રિયર પેનલ પર બે 200MP કેમેરા મળી શકે છે. મુખ્ય 200MP કેમેરામાં 1/1.28-ઇંચનું સેન્સર અને f/1.57 અપર્ચર મળવાની શક્યતા છે. બીજો 200MP ટેલિફોટો કેમેરા 1/1.4-ઇંચ સેન્સર અને f/2.6 અપર્ચર સાથે આવી શકે છે. આ ઉપરાંત ફોનમાં 500mm ટેલિકન્વર્ટરનો સપોર્ટ પણ મળી શકે છે. Honorએ કેમેરા ટેક્નોલોજી માટે ARRI સાથે ભાગીદારી કરી છે અને ફોનમાં વીડિયો માટે ARRI Cinema Mode આપવામાં આવી શકે છે.

પહેલીવાર જોવા મળશે 55MP સ્ક્વેર સેલ્ફી કેમેરા

Honor Magic 9 Seriesનું ફ્રન્ટ કેમેરા પણ ચર્ચામાં છે. ફોનમાં 55MP Agile Eye સેલ્ફી કેમેરા આપવામાં આવી શકે છે. તેની ખાસ વાત એ છે કે કેમેરાનું કટઆઉટ સામાન્ય ગોળ અથવા પિલ આકારનું નહીં પરંતુ સ્ક્વેર ડિઝાઇનમાં હોઈ શકે છે. આ ડિઝાઇન પાછળનો હેતુ સેન્સર માટે વધુ જગ્યા આપવાનો હોવાનું કહેવાય છે. તેના કારણે સેલ્ફી અને વીડિયો દરમિયાન વધુ વાઈડ ફ્રેમ કેપ્ચર કરવામાં મદદ મળી શકે છે. જો આ ફીચર સત્તાવાર રીતે આવે છે, તો Magic 9 Seriesના સૌથી અલગ ફીચર્સમાંથી આ એક બની શકે છે.

8000mAh બેટરી અને લેટેસ્ટ Snapdragon ચિપ

ફોનની બેટરી પણ ખૂબ મોટી હોવાની શક્યતા છે. રિપોર્ટ્સ અનુસાર Honor Magic 9 Seriesમાં 8000mAh બેટરી આપવામાં આવી શકે છે. મોટી બેટરીને કારણે લાંબા સમય સુધી ફોનનો ઉપયોગ કરી શકાય તેવી અપેક્ષા છે. પરફોર્મન્સ માટે ફોનમાં Snapdragon 8 Elite Gen 6 સીરીઝનું લેટેસ્ટ પ્રોસેસર મળી શકે છે. આ ઉપરાંત Honor ફોનમાં AI આધારિત કેટલાક નવા ફીચર્સ અને સ્ટાઇલસ સપોર્ટ પણ આપી શકે છે.

28 સપ્ટેમ્બરે થશે લોન્ચ

Honor Magic 9 Seriesનું ચીનમાં 28 સપ્ટેમ્બરે લોન્ચિંગ કન્ફર્મ હોવાનું જણાવવામાં આવ્યું છે. જોકે ત્રણેય મોડલના ચોક્કસ સ્પેસિફિકેશન, કિંમત અને ભારતમાં લોન્ચને લઈને વધુ સત્તાવાર માહિતી લોન્ચ ઇવેન્ટ દરમિયાન જ સામે આવશે.