AC કરતાં પણ વધુ વીજળી વાપરે છે આ ઘરેલુ સાધનો! નામ જાણીને તમે પણ ચોંકી જશો

શું તમે જાણો છો કે વોટર ગીઝર, હેર ડ્રાયર અને ઇન્ડક્શન જેવા ઘરેલુ સાધનો AC કરતાં પણ વધુ વીજળી વાપરે છે? જાણો આ ઉપકરણોનો પ્રતિ કલાક વીજ વપરાશ અને ACનું બિલ કેમ વધુ આવે છે તેની સાચી માહિતી.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Fri, 31 Jul 2026 10:06 AM (IST)Updated: Fri, 31 Jul 2026 10:06 AM (IST)
home-appliances-that-consume-more-electricity-than-ac

Home appliances electricity consumption: સામાન્ય રીતે આપણે એવું જ માનતા હોઈએ છીએ કે ઘરમાં સૌથી વધુ વીજળીનું બિલ લાવવા માટે માત્ર AC જ જવાબદાર છે. પરંતુ શું તમે જાણો છો કે ઘરમાં વપરાતા કેટલાક નાના-મોટા ઇલેક્ટ્રિક સાધનો પ્રતિ કલાકના હિસાબે AC કરતાં પણ વધુ વીજળી વાપરે છે? આ વાત કદાચ તમને નવાઈ પમાડે એવી છે, પરંતુ વૈજ્ઞાનિક રીતે બિલકુલ સાચી છે. વાસ્તવમાં, ઘરમાં ઉપયોગમાં લેવાતા ઘણા ઉપકરણોની પાવર કેપેસિટી AC કરતાં વધુ હોય છે, જેથી જો તેમને સતત એક કલાક ચલાવવામાં આવે તો તે AC કરતાં વધુ યુનિટ વીજળી વાપરી નાખે છે.

ઉપકરણો અને તેમનો પ્રતિ કલાકનો વીજ વપરાશ

આપણે 1.5 ટનના AC ની વાત કરીએ તો તેનું પાવર આઉટપુટ આશરે 1800 વોટ હોય છે, જે એક કલાક સતત ચાલે તો લગભગ 1.7 યુનિટ વીજળી વાપરે છે. તેની સરખામણીમાં અન્ય સાધનોનો વપરાશ નીચે મુજબ છે:

વોટર ગીઝર: શિયાળામાં ગરમ પાણી માટે વપરાતું ગીઝર આશરે 3000 વોટની ક્ષમતા ધરાવે છે. જો તે એક કલાક ચાલુ રહે, તો આશરે 3 યુનિટ વીજળી વાપરી શકે છે, જે AC કરતાં ઘણું વધારે છે.

હેર ડ્રાયર: વાળ સૂકવવા માટે વપરાતું આ નાનું સાધન લગભગ 2200 વોટ શક્તિનું હોય છે. સતત એક કલાકના વપરાશ પર તે 2,2 યુનિટ ટલી વીજળી વાપરી લે છે.

ઇલેક્ટ્રિક કેટલ: ચા કે પાણી ગરમ કરવા માટે વપરાતી કેટલ 2200 વોટ પાવર ધરાવે છે. એક કલાક ચાલુ રહેવા પર તે પણ 2.2 યુનિટ વીજળી વાપરે છે.

ઇન્ડક્શન કૂકટોપ: રસોઈ બનાવવા માટેનું ઇન્ડક્શન કૂકટોપ આશરે 2100 વોટની ક્ષમતા ધરાવે છે અને 1 કલાકમાં લગભગ 2.1 યુનિટ વીજ વપરાશ કરે છે.

માઇક્રોવેવ ઓવન: ખોરાક ગરમ કરવા વપરાતું માઇક્રોવેવ 2100 વોટ પાવરનું હોય છે અને 1 કલાક સતત ચાલવાથી તે 2.1 યુનિટ વીજળી ખર્ચે છે.

ACનું બિલ વધુ કેમ આવે છે? : જો કે ઉપર જણાવેલા ઘણા ઉપકરણો એક કલાકમાં AC કરતાં વધુ વીજળી વાપરી શકે છે, પરંતુ તેમનો ઉપયોગ સામાન્ય રીતે થોડા મિનિટો માટે જ કરવામાં આવે છે. બીજી તરફ, AC સતત 6થી 10 કલાક અથવા તેથી વધુ સમય સુધી ચાલે છે. આ કારણે મહિનાના વીજળીના બિલમાં સૌથી મોટો ફાળો ACનો જ રહે છે.