Geyser Safety Tips: શિયાળાની ઋતુની શરૂઆત થતાં જ ઘરોમાં પાણી ગરમ કરવા માટે ગીઝરનો ઉપયોગ વધી જાય છે. પરંતુ ગીઝરની ખરીદી અને તેના ઇન્સ્ટોલેશન વખતે લેવાયેલી નાની સરખી બેદરકારી પણ શોર્ટ સર્કિટ, વીજળીના આંચકા કે મોટા અકસ્માતનું કારણ બની શકે છે. બાથરૂમમાં ગીઝર લગાવતી વખતે પરિવારની સુરક્ષા અને વીજળીની બચત માટે કેટલીક અત્યંત મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
1) યોગ્ય સાઈઝ અને ISI માર્કનું ગીઝર પસંદ કરો
પરિવારના સભ્યોની જરૂરિયાત મુજબ યોગ્ય ક્ષમતા (લિટર) ધરાવતું ગીઝર પસંદ કરવું જોઈએ. હંમેશા ગુણવત્તા અને સુરક્ષાની ખાતરી આપતું ISI માર્કવાળું ગીઝર જ ખરીદવું.
2) Star Rating વાળા બ્રાન્ડેડ મોડેલ ખરીદો
વીજળીના બિલમાં બચત થાય અને ઉત્તમ સુરક્ષા મળે તે માટે 4 કે 5-સ્ટાર રેટિંગ ધરાવતું જ બ્રાન્ડેડ મોડેલ પસંદ કરવું જોઈએ.
3) નિષ્ણાત ટેકનિશિયન પાસે જ ઇન્સ્ટોલેશન કરાવો
ગીઝર ફિટ કરવાનું કામ ક્યારેય અનુભવ વગર કે ઘરે જાતે કરવાનો પ્રયાસ કરવો નહીં. તેને હંમેશા જાણીકાર અને વ્યાવસાયિક પ્લમ્બર કે ટેકનિશિયન પાસે જ ફિટ કરાવવું.
4) જમીનથી યોગ્ય ઊંચાઈ અને જગ્યા
ગીઝરને જમીનથી ઓછામાં ઓછું 6 ફૂટ ઊંચે લગાવવું જોઈએ. આ ઉપરાંત ગીઝર અને દીવાલ વચ્ચે યોગ્ય જગ્યા રાખવી જરૂરી છે જેથી રિપેરિંગ વખતે સરળતા રહે.
5) પાવર બોર્ડની સુરક્ષિત જગ્યા
બાથરૂમમાં ગીઝર માટેનું પાવર બોર્ડ એવી પૂરતી ઊંચાઈ પર લગાવવું જોઈએ જેથી નાહતી વખતે કે વાસણ ધોતી વખતે તેના પર પાણીના છાંટા ન ઉડે.
6) મેટલ (ધાતુની) પાઈપનો ઉપયોગ
ગીઝરમાંથી ગરમ અને ઠંડા પાણીના જોડાણ માટે પ્લાસ્ટિકના બદલે હંમેશા મજબૂત ધાતુની પાઈપનો જ ઉપયોગ કરવો જોઈએ.
7) MCB (Miniature Circuit Breaker) ફરજિયાત લગાવો
ગીઝરના કનેક્શન સાથે MCB ચોક્કસ લગાવવી જોઈએ. જેનાથી વોલ્ટેજમાં અચાનક વધ-ઘટ થાય અથવા લીકેજ થાય ત્યારે તે આપમેળે ટ્રીપ (બંધ) થઈ જાય અને શોર્ટ સર્કિટનો ભય ન રહે.
