Flipkart Big Billion Days Sale 2026: Pocoના સ્માર્ટફોન પર ધમાકેદાર ડિસ્કાઉન્ટ, કિંમત માત્ર ₹11,999થી શરૂ

Flipkart Big Billion Days Sale 2026 દરમિયાન Pocoના અનેક સ્માર્ટફોન પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યા છે. Poco X8 Pro Max 5Gથી લઈને Poco C81x સુધીના મોડલ્સ ઓછી કિંમતે ખરીદી શકાય છે.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Fri, 02 Oct 2026 07:39 AM (IST)Updated: Fri, 02 Oct 2026 07:39 AM (IST)
flipkart-big-billion-days-sale-2026-poco-smartphones-discount-offers-price-list

Flipkart Big Billion Days Sale 2026: જો તમે નવો સ્માર્ટફોન ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો Flipkart Big Billion Days Sale 2026 તમારા માટે સારો મોકો બની શકે છે. આ મેગા સેલ દરમિયાન Pocoના અનેક સ્માર્ટફોન પર આકર્ષક ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યા છે. કંપનીના એન્ટ્રી-લેવલ C Series મોડલ્સથી લઈને ફ્લેગશિપ X8 Pro Max 5G સુધીના ફોન ખાસ કિંમતે ઉપલબ્ધ રહેશે.

Flipkartની Big Billion Days Sale તમામ ગ્રાહકો માટે 9 ઓક્ટોબરથી શરૂ થશે, જ્યારે Flipkart Plus, Black Members અને કેટલાક Flipkart Credit Card ધારકોને 8 ઓક્ટોબરથી જ અર્લી એક્સેસ મળશે. સ્માર્ટફોન ઉપરાંત લેપટોપ, ટીવી, હોમ એપ્લાયન્સ અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ પર પણ ખાસ ઓફર્સ આપવામાં આવશે.

બેંક ઓફર્સનો પણ મળશે ફાયદો

સેલ દરમિયાન Axis Bank અને ICICI Bankના પસંદગીના કાર્ડ્સ પર 10 ટકા સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ઉપરાંત Flipkart Axis Bank Credit Card યુઝર્સને પણ શરતો અનુસાર વધારાનો ડિસ્કાઉન્ટ મળશે. જેના કારણે ગ્રાહકોને સ્માર્ટફોન વધુ ઓછી કિંમતે ખરીદવાની તક મળશે.

Pocoના સ્માર્ટફોન પર કેટલું ડિસ્કાઉન્ટ?

સ્માર્ટફોન વેરિઅન્ટ જૂની કિંમત ઓફર કિંમત
Poco X8 Pro Max 5G 12GB + 256GB ₹48,999 ₹42,999
Poco X8 Pro Max 5G 12GB + 512GB ₹52,999 ₹46,999
Poco X8 Pro 8GB + 256GB ₹39,999 ₹33,999
Poco X8 Pro 12GB + 256GB ₹42,999 ₹36,999
Poco X8 Power 8GB + 128GB ₹35,999 ₹29,999
Poco X8 Power 8GB + 256GB ₹38,999 ₹32,999
Poco X8 6GB + 128GB ₹29,999 ₹24,999
Poco X8 8GB + 128GB ₹32,999 ₹27,999
Poco X8 8GB + 256GB ₹35,999 ₹30,999
Poco M8 Power 6GB + 128GB ₹24,999 ₹20,999
Poco M8 Power 8GB + 128GB ₹27,999 ₹23,999
Poco M8x 4GB + 128GB ₹20,999 ₹17,999
Poco M8x 6GB + 128GB ₹22,999 ₹19,999
Poco C85x 4GB + 64GB ₹14,999 ₹13,999
Poco C85x 4GB + 128GB ₹15,999 ₹14,999
Poco C81 4GB + 64GB ₹13,499 ₹12,999
Poco C81x 3GB + 64GB ₹12,499 ₹11,999

Poco X8 Pro Max 5G પર સૌથી મોટો ડિસ્કાઉન્ટ જોવા મળશે. તેનો 12GB RAM અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટ ₹48,999ના બદલે ₹42,999માં ઉપલબ્ધ રહેશે. જ્યારે 512GB સ્ટોરેજ મોડલ ₹46,999માં ખરીદી શકાય છે.

તે ઉપરાંત Poco X8 Pro, Poco X8 Power અને Poco X8 જેવા મિડ-રેન્જ સ્માર્ટફોન પર પણ ₹5,000થી ₹6,000 સુધીની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જો તમે 5G ફોન શોધી રહ્યા છો, તો આ સેલ દરમિયાન અનેક વિકલ્પો ઉપલબ્ધ રહેશે.

બજેટ સેગમેન્ટમાં Poco M8 Power, Poco M8x અને Poco C Seriesના સ્માર્ટફોન પર પણ આકર્ષક ઓફર્સ આપવામાં આવી રહી છે. ખાસ કરીને Poco C81x માત્ર ₹11,999ની શરૂઆતની કિંમતે ઉપલબ્ધ રહેશે, જે આ લાઇનઅપનો સૌથી સસ્તો મોડલ છે.

Flipkart Big Billion Days Sale 2026 દરમિયાન Pocoના સ્માર્ટફોન ખરીદવા ઇચ્છતા ગ્રાહકો માટે આ સેલ સારો મોકો સાબિત થઈ શકે છે. બેંક ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ ઓફર્સનો લાભ લઈને ગ્રાહકો વધુ બચત પણ કરી શકશે.