Electricity Saving Tips: ઘરનું લાઈટ બિલ ઘટાડવા માટેની 5 સરળ અને અસરકારક ટિપ્સ, દર મહિને થશે મોટી બચત

ઘણીવાર આપણે રોજિંદા જીવનમાં ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરતી વખતે નાની-નાની ભૂલો કરતા હોઈએ છીએ, જેના કારણે મહિનાના અંતે વીજળીનું બિલ ઘણું વધારે આવે છે. જો તમે પણ તમારા ઘરના લાઈટ બિલમાં નોંધપાત્ર ઘટાડો કરવા માંગતા હો, તો નીચે મુજબની 5 સરળ અને અસરકારક ટિપ્સ અપનાવી શકો છો:

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sat, 21 Nov 2026 09:58 AM (IST)Updated: Sat, 21 Nov 2026 09:58 AM (IST)
electricity-saving-tips-5-easy-ways-to-reduce-home-light-bill-ac-5-star-appliances-bldc-fan-gujarati-news
વીજળી બચાવવાની ટિપ્સ

Electricity Saving Tips: વધતી જતી મોંઘવારી વચ્ચે ઘરનું લાઈટ બિલ દરેક મધ્યમવર્ગીય પરિવાર માટે મોટી ચિંતાનો વિષય બની ગયું છે. ઘણીવાર આપણે રોજિંદા જીવનમાં ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરતી વખતે નાની-નાની ભૂલો કરતા હોઈએ છીએ, જેના કારણે મહિનાના અંતે વીજળીનું બિલ ઘણું વધારે આવે છે. જો તમે પણ તમારા ઘરના લાઈટ બિલમાં નોંધપાત્ર ઘટાડો કરવા માંગતા હો, તો નીચે મુજબની 5 સરળ અને અસરકારક ટિપ્સ અપનાવી શકો છો:

1) AC નો સાચો અને સમજદારીપૂર્વક ઉપયોગ

  • AC ને હંમેશા 24 થી 26 ડિગ્રી તાપમાનની વચ્ચે જ ચલાવવું જોઈએ.
  • જો તમે તાપમાનમાં માત્ર 1 ડિગ્રીનો પણ વધારો કરશો, તો અંદાજે 6 ટકા જેટલી વીજળીની બચત થાય છે.
  • AC ની સાથે છતનો પંખો પણ ધીમી ગતિએ ચાલુ રાખવો જોઈએ, જેથી આખો રૂમ ઝડપથી ઠંડો થાય અને AC ના કોમ્પ્રેસર પર વધારાનો ભાર ન પડે.
  • આ ઉપરાંત, AC નું ફિલ્ટર દર 15 દિવસે કાઢીને સાફ કરવું અત્યંત જરૂરી છે. જો ફિલ્ટર ગંદુ હશે તો રૂમને ઠંડો થવામાં વધુ સમય લાગશે અને વીજળીનો વપરાશ પણ વધશે.

2) 5-સ્ટાર રેટિંગ વાળા જ સાધનો ખરીદો

  • જ્યારે પણ તમે ઘરમાં નવું ફ્રિજ, AC કે વોશિંગ મશીન ખરીદવા જાઓ, ત્યારે તેના પર 5-સ્ટાર રેટિંગનું લેબલ ચોક્કસ તપાસો.
  • 3-સ્ટાર રેટિંગ ધરાવતા સાધનોની સરખામણીમાં 5-સ્ટાર વાળા સાધનો ઘણી ઓછી વીજળી વાપરે છે.
  • ઘરમાં પડેલા વર્ષો જૂના ઈલેક્ટ્રોનિક સાધનો વધુ વીજળી ખેંચતા હોવાથી તેમને સમયસર નવા આધુનિક સાધનોથી બદલી નાખવા ફાયદાકારક રહે છે.

3) LED બલ્બ અને આધુનિક BLDC પંખાનો ઉપયોગ

  • જો ઘરમાં હજુ પણ જૂના સાદા બલ્બ કે CFL ટ્યુબલાઈટ વપરાતા હોય, તો તેને બદલીને તરત જ LED બલ્બ લગાવવા જોઈએ. LED બલ્બ જૂના બલ્બની સરખામણીમાં 80 ટકા જેટલી વીજળી બચાવે છે.
  • સાદા પંખાની જગ્યાએ હવે બજારમાં મળતા નવા આધુનિક BLDC ટેકનોલોજી વાળા પંખા લગાવવા જોઈએ, જે સામાન્ય પંખા કરતા 40 થી 50 ટકા જેટલી ઓછી વીજળી ખર્ચે છે.

4) મેઈન સ્વીચ બંધ કરવાની આદત પાડો

  • આપણે ઘણીવાર ટીવી, સેટઅપ બોક્સ, વોશિંગ મશીન કે મોબાઈલ ચાર્જરને માત્ર રિમોટથી બંધ કરીને છોડી દઈએ છીએ અને પ્લગની મેઈન સ્વીચ ચાલુ જ રાખીએ છીએ. આ રીતે ચાલુ રહેલા પાવરને 'સ્ટેન્ડબાય મોડ' કે 'ફેન્ટમ લોડ' કહેવાય છે.
  • જ્યારે સાધનનો ઉપયોગ ન થતો હોય ત્યારે તેનો પ્લગ સ્વીચથી બંધ કરવાની આદત પાડો, કારણ કે માત્ર પ્લગ ભરાવેલો રાખવાથી અને સ્વીચ ચાલુ રાખવાથી પણ આ સાધનો 10 ટકા જેટલી વીજળી વાપરતા રહે છે.

5) ફ્રિજનો ઉપયોગ સ્માર્ટ રીતે કરો

  • ફ્રિજને ક્યારેય દીવાલને એકદમ અડાડીને ન રાખવું જોઈએ. દીવાલ અને ફ્રિજની પાછળ ઓછામાં ઓછી 12 ઈંચની જગ્યા ખાલી રાખવી જોઈએ, જેથી હવાની અવરજવર બરાબર થઈ શકે.
  • ફ્રિજનો દરવાજો વારંવાર ખોલ-બંધ ન કરો અને 30 સેકન્ડથી વધારે સમય માટે ખુલ્લો પણ ન રાખો.
  • કોઈપણ ગરમ દૂધ કે જમવાનું સીધું જ ફ્રિજમાં મૂકવાનું ટાળો; તેને પહેલા બહાર સામાન્ય તાપમાને ઠંડુ થવા દો અને ત્યારબાદ જ ફ્રિજમાં મૂકો.