chatgpt go subscription 99 rupees offer: OpenAI તરફથી ભારતીય યુઝર્સ માટે ChatGPT Go સબ્સ્ક્રિપ્શન પર ખાસ ડિસ્કાઉન્ટ ઓફર આપવામાં આવી રહી હોવાના અહેવાલો સામે આવ્યા છે. કેટલાક યુઝર્સને માત્ર 99 રૂપિયામાં ત્રણ મહિના સુધી ChatGPT Go પ્લાનનો લાભ મળી રહ્યો છે. ખાસ વાત એ છે કે આ ઓફર મેળવવા માટે કોઈ ખાસ કૂપન કોડની જરૂર નથી. જોકે, આ ઓફર દરેક યુઝર્સને મળી રહી નથી.
શું છે ChatGPT Goનું 99 રૂપિયાનું ખાસ ઓફર?
OpenAIનું ChatGPT Go સબ્સ્ક્રિપ્શન એવા યુઝર્સ માટે ઉપયોગી છે, જેઓ AIની મદદથી પોતાના રોજિંદા કામ સરળ બનાવવા માગે છે. સામાન્ય રીતે આ પ્લાનની કિંમત દર મહિને 399 રૂપિયા છે. જોકે, તાજેતરના અહેવાલો અને સોશિયલ મીડિયા પર યુઝર્સના દાવા પ્રમાણે કેટલાક લોકોને ત્રણ મહિના માટે માત્ર 99 રૂપિયામાં આ પ્લાન મેળવવાની ઓફર મળી રહી છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કેટલાક યુઝર્સે દાવો કર્યો છે કે તેઓ જ્યારે પોતાનું ChatGPT Go સબ્સ્ક્રિપ્શન કેન્સલ કરવાની પ્રક્રિયા શરૂ કરે છે, ત્યારે OpenAI તરફથી તેમને ખાસ ડિસ્કાઉન્ટ ઓફર બતાવવામાં આવે છે. આ ઓફર હેઠળ ત્રણ મહિના માટે પ્લાન ચાલુ રાખવા માટે માત્ર 99 રૂપિયા ચૂકવવાના થાય છે. આ પ્રકારની ઓફરને રિટેન્શન ઓફર કહેવામાં આવે છે, જેનો હેતુ યુઝર્સને સબ્સ્ક્રિપ્શન બંધ કરતા રોકવાનો હોય છે.

કોને મળશે 99 રૂપિયામાં ChatGPT Goનું સબ્સ્ક્રિપ્શન?
આ ઓફર હાલમાં એવા કેટલાક યુઝર્સને મળી રહી હોવાનું જાણવા મળ્યું છે, જેઓ પહેલેથી ChatGPT Goનો ઉપયોગ કરી રહ્યા છે અને પોતાનું સબ્સ્ક્રિપ્શન કેન્સલ કરવાનો પ્રયાસ કરે છે. જોકે, દરેક યુઝરને આ ઓફર દેખાશે તેની કોઈ ખાતરી નથી.
અહેવાલ મુજબ, ઓફર ટ્રાય કરતી વખતે કેટલાક યુઝર્સને 99 રૂપિયાના બદલે 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળ્યું હતું. એટલે કે તેમણે ત્રણ મહિના માટે 299 રૂપિયા ચૂકવવાના થયા હતા. આ ઓફર ChatGPTની વેબસાઇટ અને એન્ડ્રોઇડ એપ પર જોવા મળી રહી છે. જ્યારે iPhone યુઝર્સને Apple App Store દ્વારા આ ઓફર મળતી ન હોવાનું સામે આવ્યું છે.
કેવી રીતે મેળવશો માત્ર 99 રૂપિયામાં ChatGPT Go પ્લાન?
જો તમે પહેલેથી ChatGPT Goનું સબ્સ્ક્રિપ્શન લઈ રહ્યા છો, તો નીચે આપેલા સ્ટેપ્સ દ્વારા ચેક કરી શકો છો કે તમારા એકાઉન્ટમાં આ ઓફર ઉપલબ્ધ છે કે નહીં.
1. સૌથી પહેલાં ChatGPTની વેબસાઇટ અથવા Android એપ ઓપન કરીને તમારા એકાઉન્ટમાં લોગિન કરો.
2. ત્યારબાદ પ્રોફાઇલ આઇકોન પર ક્લિક કરીને Settingsમાં જાઓ.
3. અહીં Billing સેક્શન ઓપન કરો અને તમારા એક્ટિવ સબ્સ્ક્રિપ્શનને કેન્સલ કરવાની પ્રક્રિયા શરૂ કરો.
4. સબ્સ્ક્રિપ્શન કેન્સલ કરતી વખતે તમને તેનું કારણ પૂછવામાં આવી શકે છે.
5. અહીં Cost અથવા Pricingનો વિકલ્પ પસંદ કરો.
6. જો તમારા એકાઉન્ટ માટે ઓફર ઉપલબ્ધ હશે, તો તમને 99 રૂપિયામાં ત્રણ મહિના સુધી ChatGPT Go ચાલુ રાખવાનો વિકલ્પ દેખાઈ શકે છે.
ધ્યાનમાં રાખો કે આ ઓફર દરેક યુઝર માટે ઉપલબ્ધ નથી. કેટલાક લોકોને 99 રૂપિયાની ઓફર મળી રહી છે, જ્યારે અન્ય યુઝર્સને અલગ ડિસ્કાઉન્ટ અથવા કોઈ ઓફર દેખાતી નથી.
