BSNL New Prepaid Recharge Plan: સરકારી ટેલિકોમ કંપની BSNL ફરી એકવાર પોતાના ગ્રાહકો માટે ખાસ ઑફર લઈને આવી છે. કંપનીએ નવા ગ્રાહકો માટે માત્ર ₹1નો FRC (First Recharge Coupon) પ્લાન ફરી શરૂ કર્યો છે. આ પ્લાન હવે દેશના તમામ ટેલિકોમ સર્કલમાં ઉપલબ્ધ છે અને નવા યુઝર્સને ખૂબ જ ઓછા ખર્ચે મોબાઇલ સેવા શરૂ કરવાની તક આપે છે.
BSNLનો આ ₹1નો પ્લાન ખાસ કરીને નવા ગ્રાહકો માટે બનાવવામાં આવ્યો છે. એટલે કે જે લોકો નવી BSNL સિમ ખરીદે છે તેઓ જ આ ઓફરનો લાભ લઈ શકે છે. હાલના અથવા જૂના BSNL ગ્રાહકો આ પ્લાનનો ઉપયોગ કરી શકશે નહીં. FRC એટલે First Recharge Coupon, જે નવા સિમ કાર્ડને એક્ટિવ કરવા માટેનો પ્રથમ રિચાર્જ ગણાય છે.
અગાઉ પણ BSNLનો આ ₹1નો પ્લાન ઉપલબ્ધ હતો, પરંતુ થોડા સમય માટે તેને બંધ કરવામાં આવ્યો હતો. હવે કંપનીએ તેને ફરી શરૂ કર્યો છે. જોકે અગાઉની સરખામણીએ કેટલાક લાભોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેમ છતાં, નવા ગ્રાહકોને આકર્ષવા માટે આ પ્લાન હજુ પણ ખૂબ જ સસ્તો અને ફાયદાકારક માનવામાં આવે છે.
BSNLના ₹1ના પ્લાનમાં શું મળશે?
BSNLના આ ખાસ FRC પ્લાનમાં ગ્રાહકોને 24 દિવસની સર્વિસ વેલિડિટી મળે છે. અગાઉ આ પ્લાનમાં 30 દિવસની વેલિડિટી મળતી હતી, પરંતુ હવે તેને ઘટાડીને 24 દિવસ કરવામાં આવી છે. ડેટા લાભની વાત કરીએ તો હવે ગ્રાહકોને દરરોજ 1GB હાઇ-સ્પીડ ડેટા મળશે. એટલે કે કુલ 24GB ડેટાનો લાભ મળશે. અગાઉ આ પ્લાનમાં કુલ 60GB ડેટા મળતો હતો, પરંતુ હવે તેમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગ્રાહકોને દરરોજ 100 SMSની સુવિધા પણ મળશે. સાથે જ સમગ્ર વેલિડિટી દરમિયાન અનલિમિટેડ વોઇસ કોલિંગનો લાભ પણ આપવામાં આવશે, જેથી કોઈપણ નેટવર્ક પર નિઃશુલ્ક વાતચીત કરી શકાય છે.
નવા ગ્રાહકો માટે શા માટે ફાયદાકારક?
માત્ર ₹1માં 24 દિવસની વેલિડિટી, ડેટા, SMS અને અનલિમિટેડ કોલિંગ જેવી સુવિધાઓ મળતી હોવાથી BSNLનો આ પ્લાન નવા ગ્રાહકો માટે આકર્ષક વિકલ્પ બની શકે છે. જે લોકો BSNLનું નેટવર્ક અને સેવા અજમાવવા માંગે છે તેમના માટે આ એક સસ્તો અને જોખમમુક્ત વિકલ્પ છે. જો ગ્રાહકને BSNLની સેવા પસંદ આવે તો તે પછી અન્ય રિચાર્જ પ્લાન પસંદ કરીને લાંબા સમય સુધી કંપની સાથે જોડાઈ શકે છે. અને જો સેવા સંતોષકારક ન લાગે તો સિમને ડિએક્ટિવેટ પણ કરાવી શકાય છે.
BSNLનો હેતુ શું છે?
ખાનગી ટેલિકોમ કંપનીઓ વચ્ચે વધતી સ્પર્ધાને ધ્યાનમાં રાખીને BSNL નવા ગ્રાહકોને પોતાની સાથે જોડવા માટે આ પ્રકારના સસ્તા પ્લાન રજૂ કરી રહી છે. માત્ર ₹1ના ખર્ચે ગ્રાહકોને સિમ એક્ટિવેટ કરવાની તક આપીને કંપની પોતાના ગ્રાહક આધારને વધારવાનો પ્રયાસ કરી રહી છે. જો તમે પણ નવી સિમ લેવાનું વિચારી રહ્યા છો અને ઓછા ખર્ચે BSNLની સેવા અજમાવવા માંગો છો, તો આ ₹1નો FRC પ્લાન તમારા માટે સારો વિકલ્પ બની શકે છે.
