BSNL Best Prepaid Plan: તમે પણ ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)ના સિમ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા હોવ અને વધારે ડેટાની સાથે-સાથે લાંબી વેલિડિટી ધરાવતો રિચાર્જ પ્લાન શોધી રહ્યા હોવ, તો કંપનીનો 299 રૂપિયાનો પ્લાન તમારા માટે સૌથી શ્રેષ્ઠ ઑપ્શન બની શકે છે.
રૂ. 299ના રિચાર્જમાં યુઝર્સને માત્ર ડેટા એક્સેસ જ નથી મળતો, પરંતુ તેમાં અનલિમિટેડ કૉલિંગ અને SMSની સુવિધા મળી રહી છે. આ પ્લાનની વેલિડિટી 30 દિવસની છે. તો ચાલો આ શાનદાર પ્લાન વિશે વિગતવાર જાણીએ...
BSNLના રૂ. 299ના પ્લાનમાં મળશે અઢળક બેનિફિટ્સ
BSNLના આ રૂ.299ના રિચાર્જ પ્લાનમાં તમને દરરોજ 3GB હાઈ-સ્પીડ ડેટા મળે છે. એટલે કે આ પ્લાનમાં તમને 30 દિવસની વેલિડિટી દરમિયાન કુલ 90GB સુધી ડેટા યુઝ કરવા મળશે. જો કે ડેઈલી 3GB ડેટાની લિમિટ પુરી થયા બાદ ઈન્ટરનેટ સ્પીડ ઘટીને 40Kbps થઈ જશે.
જો તમારે મોબાઈલ ડેટાનો યુઝ વધારે રહેતો હોય, તો તમારા માટે આ પ્લાન ખૂબ જ ઉપયોગી નીવડી શકે છે. મોબાઈલમાં વીડિયો સ્ટ્રીમિંગથી માંડીને સોશિયલ મીડિયા, ઑનલાઈન બ્રાઉઝિંગ સહિત અન્ય ઈન્ટરનેટ જરૂરિયાતો માટે ડેઈલી 3GB ડેટા એક્સેસ પુરતો છે.
અનલિમિટેડ કૉલિંગ અને ડેઈલી 100 SMS ફ્રી મળશે
આ પ્લાનમાં ડેટા ઉપરાંત અનલિમિટેડ વૉઈસ કૉલિંગની સુવિધા પણ મળી રહી છે. આ સાથે જ આ પ્લાનમાં ડેઈલી 100 ફ્રી SMSની સુવિધા પણ મળવાની છે. એટલે કે યુઝર્સને કૉલિંગ કે SMS માટે અલગ રિચાર્જ પેક લેવાની જરૂર નહી પડે.
BSNLના રિચાર્જ પ્લાનની વેલિડિટી 30 દિવસની છે. આ પ્લાનમાં ફ્રી એન્ટરટેઈનમેન્ટ ટીવી બેનિફિટ પણ મળી રહ્યો છે. ઑવરઑલ જોવા જઈએ તો, રૂ. 299ના આ પ્લાનમાં 3 GB ડેઈલી ડેટા, અનલિમિટેડ કૉલિંગ, 100 SMS અને 30 દિવસની વેલિડિટી મળવાના કારણે આ પ્લાન BSNL યુઝર્સ માટે એક બેસ્ટ ઑપ્શન બની શકે છે.
