Best BSNL Prepaid Plan: BSNLનો 412 દિવસની વેલિડિટીવાળો ધાંસુ પ્લાન, દરરોજ 2GB ડેટા એક્સેસ અને અનલિમિટેડ કૉલિગ મળશે

BSNL રૂ. 2399નો લાંબી વેલિડિટીવાળો પ્રીપેડ પ્લાન લાવ્યું છે, જેમાં 412 દિવસ માટે દરરોજ 2GB ડેટા, અનલિમિટેડ કોલિંગ અને 100 SMS મળે છે. આ પ્લાન વારંવાર રિચાર્જ કરાવવાથી કંટાળેલા ગ્રાહકો માટે ઉત્તમ છે અને 12 સપ્ટેમ્બર, 2026 સુધી ઉપલબ્ધ છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 23 Aug 2026 04:24 PM (IST)Updated: Sun, 23 Aug 2026 04:24 PM (IST)
best-bsnl-prepaid-plan-enjoy-412-days-validity-with-2gb-highspeed-data-daily

Best BSNL Prepaid Plan: શું તમે પણ વારંવાર રિચાર્જ કરાવવાથી કંટાળી ગયા છો અને લાંબી વેલિડિટી ધરાવતો પ્લાન શોધી રહ્યા છો, તો ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) તમારા માટે એક શાનદાર ઑફર લઈને આવ્યું છે. જેમાં કંપની પોતાના ગ્રાહકોને રૂ.2399નો ધાંસુ લોન્ગ ટર્મ રિચાર્જ પ્લાન પુરો પાડી રહી છે. જેમાં તમને 412 દિવસોની વેલિડિટી મળી રહી છે, એટલે કે એકવાર રિચાર્જ કરાવવા પર તમારું સિમ કાર્ડ 13 મહિના સુધી એક્ટિવ રહેશે.

 

એકવાર રૂ. 2399 રૂપિયાનું રિચાર્જ કરાવો અને 412 દિવસ અઢળક લાભ મેળવો

એક વર્ષ કરતાં વધુ વેલિડિટી સાથે આ પ્લાનમાં તમને અન્ય અઢળક ફાયદા પણ મળી રહ્યા છે. આ પ્લાનમાં તમને માત્ર લાંબી વેલિડિટી મળવાની સાથે-સાથે ડેઈલી ડેટા એક્સેસ ઉપરાંત અનલિમિટેડ કૉલિંગ અને ફ્રી SMSની સુવિધા પણ મળી રહી છે. આ પ્લાન ખાસ એવા લોકોને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવ્યો છે, જેઓ આખા વર્ષ માટે એકસામટું રિચાર્જ કરાવવાનું પસંદ કરે છે.

BSNL દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ પ્લાન વિશે જાણકારી આપવામાં આવી છે. જેમાં અગાઉ આ પ્લાનમાં 365 દિવસની જ વેલિડિટી રાખવામાં આવી હતી, પરંતુ હવે તેમાં 47 દિવસ ઉમેરવામાં આવ્યા છે. એટલે કે યુઝર્સને એક વર્ષ કરતાં વધુ દિવસની વેલિડિટી મળી રહે છે.

આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 2 GB હાઈ-સ્પીડ ડેટા એક્સેસ મળે છે. જેથી આ રિચાર્જ પેક એવા લોકો માટે ખૂબ જ ઉપયોગી નીવડી શકે છે, જેઓ દરરોજ સોશિયલ મીડિયા, વીડિયો બ્રાઈઝિંગ સહિત અન્ય કામો માટે મોબાઈલના ડેટાનો યુઝ કરે છે. આ પ્લાનમાં ડેટા એક્સેસ સિવાય અનલિમિટેડ વૉઈસ કોલિંગની તેમજ દરરોજ 100 ફ્રી SMSની સુવિધા પણ મળી રહી છે.

BSNL તરફથી જણાવવામાં આવ્યું કે, આ ખાસ ઑફર માત્ર 12 સપ્ટેમ્બર, 2026 સુધી જ વેલિડ છે. એવામાં જો તમે લાંબી વેલિડિટી ધરાવતું રિચાર્જ કરવાનું વિચારી રહ્યા હોવ, તો તમારે ઑફરની છેલ્લી તારીખ ધ્યાનમાં રાખવી જોઈએ. આ સાથે જ એક વાત ધ્યાનમાં રાખજો કે, ઑફરની ઉપલબ્ધતા અને શરતો સમય સાથે બદલાઈ શકે છે. આથી રિચાર્જ કરાવતા પહેલા BSNLની સત્તાવાર વેબસાઈટ પર જઈને વિગત ચકાસી લેવી.